નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં નાણામંત્રીએ ઘણી પ્રોડક્ટ્સ અને સેવાઓ પર લાગતા ટેક્સમાં ફેરફાર કરવાની જાહેરાત કરી હતી. ટેક્સ ઘટવાથી કેટલીક વસ્તુઓ સસ્તી થશે. તો બીજી તરફટેક્સ વધવાથી ઘણી પ્રોડક્ટ્સના ભાવ પણ વધી જશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટી જાહેરાત કરી હતી કેકેન્સરની દવાઓ સસ્તી થશે. મોબાઈલ તેમજ મોબાઈલના ચાર્જર સહિત અન્ય ઉપકરણો પર BCD 15 ટકા ઘટાડી દેવામાં આવ્યા છે. આ સિવાય સરકારે હવે સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6 ટકા કરી દીધી છે. તેમજ ચામડા અને ફૂટવેર પરની કસ્ટમ ડ્યૂટીમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.

બજેટ રજૂ થયા બાદ સાંભળો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું ..?

તો બીજી તરફજોઈએ તો ટેલિકોમ સાધનો મોંઘા થયા છેતેના પર કસ્ટમ ડ્યુટી વધારીને 15 ટકા કરી દેવામાં આવી છે. બજેટમાં મોબાઈલ ફોનમોબાઈલ ચાર્જરસોના-ચાંદીના ઘરેણાંસોલાર સેલસોલાર પેનલકેન્સરની 3 દવાઓતાંબામાંથી બનેલી વસ્તુઓલિથિયમ બેટરીપ્લેટિનમમાંથી બનેલો સામાનચામડામાંથી બનેલી પ્રોડક્ટ્સઇલેક્ટ્રિક વ્હીકલઈમ્પોર્ટેડ જ્વેલરીવીજળીના તારએક્ષ-રે મશીનફિશ ફીડ વસ્તુઓ સસ્તી થઇ છેજ્યારે PVC બેનરટેલિકોમ ઉપકરણો અને પ્લાસ્ટિકની વસ્તુઓ મોંઘી થઇ હોવાનું બજેટમાં જણાવવામાં આવ્યું હતું.