સોમનાથ ખાતે આવેલાં સોમનાથ મહાદેવ મંદિર ખાતે મકરસંક્રાંતિના દિવસે વિશેષ પુજા કરવામાં આવી હતી. સુર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકર સંક્રાંતિ ઉજવવામાં આવે છે. પ્રભાસક્ષેત્રની જો વાત કરવામાં આવે તો અહીં અનેક સુર્ય મંદિરો પણ આવેલાં છે અને સંક્રાતિના દિવસે સોમનાથમાં સુર્યપુજા કરવા માટે શ્રધ્ધાળુઓ આવતાં હોય છે.
આજે મકરસંક્રાતિના અવસરે સોમનાથ મહાદેવને મધ્યાહન મહાપૂજનમાં પંચામૃત, તિર્થોદક માંતલ મિશ્રિત કરી તલનો અભિષેક કરાયો હતો. આ ઉપરાંત શિવલિંગને તલનો શૃંગાર કરાયો હતો.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170