ગીર સોમનાથ : આસ્થાના કેન્દ્રબિંદુ સમાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનો આવ્યો “સુવર્ણ યુગ”

New Update
ગીર સોમનાથ : આસ્થાના કેન્દ્રબિંદુ સમાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનો આવ્યો “સુવર્ણ યુગ”

કરોડો લોકોની આસ્થાના કેન્દ્રબિંદુ સમાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનો સુવર્ણ યુગ ફરી પાછો આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. સોમનાથ મંદિરના 1500 જેટલા પથ્થરના નક્ષીકામ કરેલ કળશને સુવર્ણ મંડીત કરવા માટે સોમનાથ ટ્રસ્ટે કરેલ આહવાનમાં 400થી વધુ દાતાઓએ કળશ નોંધાવ્યા છે. જેમાંના 66 કળશને સોનાથી મઢવામાં આવ્યા છે.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા 1,11,000 નાના કળશ, 1,21,000 મધ્યમ કળશ અને 1,51,000 મોટા કળશનું અનુદાન નક્કી કરવામાં આવ્યું છે. જેમાંના 400થી વધુ કળશના દાન માટે દાતાઓએ નોંધણી કરાવી છે. સોમનાથ ટ્રસ્ટ સંચાલિત રામ મંદિર ખાતે અમદાવાદની સંસ્થા દ્વારા કળશના માપના તાંબાના બીબા તૈયાર કરી સોનાથી મઢવામાં આવે છે. અને તેના પર જરૂરી ક્રિયા કરી દાતાઓ દ્વારા કરાયેલ પૂજા બાદ મંદિર પર મઢવામાં આવે છે. કોરોના મહામારીના કારણે દાતાઓ સોમનાથ રૂબરૂ આવિ પૂજામાં ભાગ ન લઈ શકવાના કારણે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ડિજિટલ રીતે વિડીયો કોલ અથવા ઝૂમ એપના માધ્યમથી પૂજા અને સંકલ્પ કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ બ્રાહ્મણો દ્વારા પૂજાકાર્ય થકી કળશને મંદિરના શિખર પર મઢવામાં આવ્યા હતા. જોકે આસ્થાના કેન્દ્રબિંદુ સમાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનો સુવર્ણ યુગ હવે ફરી પાછો આવી રહ્યો હોય તેવી ભક્તોએ લાગણી વ્યક્ત કરી હતી.

Latest Stories