દિગ્ગજ બેટર સચિન તેંડુલકરના કોચ રમાકાંત આચરેકર સરની પ્રતિમા મુંબઈના શિવાજી પાર્ક સ્થિત કામથ મેમોરિયલ ક્રિકેટ ક્લબમાં સ્થાપિત કરવામાં આવશે. સચિન તેંડુલકરે પોતે શનિવારે એક સોશિયલ પોસ્ટમાં આ માહિતી આપી છે.
શનિવારે ઈન્સ્ટાગ્રામ પર એક સેલ્ફી પોસ્ટ કરી અને લખ્યું- 'હું તે સ્થળ તરફ ઈશારો કરી રહ્યો છું જ્યાંથી મારી સફર શરૂ થઈ હતી- શિવાજી પાર્કમાં કામથ મેમોરિયલ ક્રિકેટ ક્લબ. ટૂંક સમયમાં જ આચરેકર સરની હાજરી અહીં તેમની પ્રતિમા સાથે અમર થઈ જશે. અસંખ્ય લોકોના જીવનને આકાર આપનાર માણસને આ સાચી શ્રદ્ધાંજલિ હશે.'આ ફોટામાં સચિન શિવાજી પાર્ક સ્થિત કામથ મેમોરિયલ ક્રિકેટ ક્લબ બતાવતો જોવા મળ્યો હતો.