ન્યુઝીલેન્ડ સામે શરમજનક હાર બાદ WTCના પોઇન્ટ ટેબલમાં મોટો ફેરફાર, ટીમ ઇન્ડિયાબા સ્થાને પહોંચી

ન્યુઝીલેન્ડની ટીમે મુંબઈ ટેસ્ટ મેચમાં ભારતને 25 રનથી હાર આપી છે અને 3 મેચની ટેસ્ટ સીરિઝમાં રોહિત શર્માની ટીમ ઈન્ડિયાને 0-3થી હાર મળી છે.

a
New Update

ન્યુઝીલેન્ડની ટીમે મુંબઈ ટેસ્ટ મેચમાં ભારતને 25 રનથી હાર આપી છે અને 3 મેચની ટેસ્ટ સીરિઝમાં રોહિત શર્માની ટીમ ઈન્ડિયાને 0-3થી હાર મળી છે.

ભારતીય ટેસ્ટ ઈતિહાસમાં બીજી વખત કોઈ ટીમે ભારતમાં ભારતીય ટીમને ક્લીન સ્વીપ કરી હોય.ન્યુઝીલેન્ડની ટીમ બીજી એવી ટીમ બની ગઈ છે કે, જેમણે ભારતમાં ભારતીય ટીમને ક્લીન સ્વીપ કરીને કમાલનું કામ કર્યું અને ઈતિહાસ રચી દીધો છે.

આ પહેલા વર્ષ 2000માં સાઉથ આફ્રિકાએ ભારતને ક્લીન સ્વીપ કર્યું હતુ.ભારતીય ટીમ આ ટેસ્ટ સીરિઝ ગુમાવ્યા બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઈન્ટ ટેબલમાં પણ હવે પહેલા સ્થાનેથી નીચે આવી ગઈ છે. ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 3 મેચની ટેસ્ટ સીરિઝ 0-3થી રહ્યા બાદ ભારતીય ટીમ WTCના પોઈન્ટ ટેબલમાં હવે પહેલા સ્થાને રહી નથી.ભારતીય ટીમની હાર બાદ હવે ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલા નંબર પર આવી ગઈ છે. બીજા સ્થાને ભારતીય ટીમ, ત્રીજા નંબર પર શ્રીલંકાની ટીમ છે. ન્યુઝીલેન્ડની ટીમ ચોથા સ્થાને છે. પાંચમાં સ્થાને સાઉથ આફ્રિકાની ટીમ છે.

#CGNews #India #Team India #WTC Points Table #WTC #India lose
Here are a few more articles:
Read the Next Article