Connect Gujarat
સ્પોર્ટ્સ

અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત ન્યૂઝીલેન્ડ મેચ પૂર્વે વાહન પાર્ક કરવા ૧૫ લોકેશન કરાયા તૈયાર

અમદાવાદ શહેરના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી ટી-20 મેચ રમાશે.

અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત ન્યૂઝીલેન્ડ મેચ પૂર્વે વાહન પાર્ક કરવા ૧૫ લોકેશન કરાયા તૈયાર
X

અમદાવાદ શહેરના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી ટી-20 મેચ રમાશે. પહેલી ફેબ્રુઆરીએ આ મેચ રમાશે. સ્ટેડિયમમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. સાથે મેચ જોવા આવનાર લોકોના વાહન પાર્કિંગ માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ક્રિકેટ પ્રેમીઓ મેચ જોવા માટે દૂર-દૂરથી આવે છે. મોટી સંખ્યામાં લોકો મેચ જોવા પહોંચે છે, પરંતુ મેચ જોવા આવતા લોકોને વાહન પાર્ક કરવાને લઈ ચિંતા થતી હોય છે. પોતાના વાહનનું પાર્કિંગ ક્યાં કરવું? પરંતુ મેચ જોવા આવતા લોકોના વાહન પાર્ક કરવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ જોવા આવનાર લોકોને વાહન પાર્કિંગને લઈને કોઈ હાલાકી ભોગવવી ન પડે અને પાર્કિંગની સુવિધા મળી રહે તે હેતુથી સ્ટેડિયમની આજુબાજુના કુલ 15 પાર્કિંગ લોકેશન બનાવવામાં આવ્યા છે. જેમાં ટુ વ્હીલર માટે કુલ 8 પાર્કિંગ અને ફોર વ્હીલર માટે 10 પાર્કિંગ બનાવવામાં આવ્યા છે. જેની ક્ષમતા 12,000 ટુ વ્હીલર અને 10 હજાર ફોર વ્હીલરની છે. વાહન પાર્ક કરવા માટે શો માય પાર્કિંગ - એપ્લિકેશન પરથી ફરજિયાત બુકીંગ કરવું પડશે. મેચ જોવા આવનાર દરેક પ્રેક્ષકને પોતાનું વાહન પાર્કિંગ શો માય પાર્કિંગ એપ્લિકેશન પરથી ફરજિયાત એડવાન્સ બુક કરીને જવું પડશે. પહેલા શો માય પાર્કિંગ - એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. જે બાદ ફોર વ્હીલર અથવા તો ટુ વ્હીલર માટે પાર્કિંગ એડવાન્સ બુક કરવાનું રહેશે અને વાહન પાર્કના લોકોશન સુધી પહોંચવા માટે QR કોર્ડ સ્કેન કરવાનો રહેશે. QR કોર્ડ સ્કેન કરવાથી વાહન પાર્ક કરવાનું લોકેશન બતાવશે અને એડવાન્સ બુકીંગ કર્યું હશે તો તમે તમારું વાહન લઈ લોકેશન પર પહોંચશો, ત્યારે તમારું વાહન પાર્ક કરવા માટે જગ્યા ખાલી હશે. લોકો પોતાનું વાહન વ્યવસ્થિત પાર્કિંગ કરી શકશે અને મેચની મજા પણ માણી શકશે.

Next Story