Connect Gujarat
સ્પોર્ટ્સ

અમદાવાદ : નરેન્દ્ર મોદી સ્ટેડિમમમાં રમાનારી ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને પ્રશાસન બન્યુ સજ્જ, NSG, RAFના જવાનોને કરાશે તૈનાત

અમદાવાદ : નરેન્દ્ર મોદી સ્ટેડિમમમાં રમાનારી ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને પ્રશાસન બન્યુ સજ્જ, NSG, RAFના જવાનોને કરાશે તૈનાત
X

ભારતે ગયા રવિવારે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામેની જીત સાથે તેના વર્લ્ડ કપ 2023 અભિયાનની શરૂઆત કરી હતી. ભારત અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પાકિસ્તાન સામે 14 ઓક્ટોબરે ટકરાશે.14 ઑક્ટોબરે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિમમમાં રમાનારી ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને પ્રશાસન સજ્જ બન્યુ છે. શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ગુજરાત પોલીસે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની તૈયારીઓ આરંભી દીધી છે. રવિવારે મુખ્યમંત્રીની સમીક્ષા બાદ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં નાનું મોટું છમકલું ન થાય તે માટે દરેક વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને એક SRPની ટુકડી તેમજ અન્ય પેરામિલિટરી ફોર્સ પણ ગોઠવાશે.

તો BSF, CRPF, સ્થાનિક પોલીસ, સિનિયર અને જૂનિયર IPS કક્ષાના અધિકારીઓ મેચના ગ્રાઉન્ડથી લઈને શહેરના એન્ટ્રી પોઇન્ટ સુધી સુરક્ષા વ્યવસ્થામાં ગોઠવાશે.એક અંદાજ પ્રમાણે શહેરમાં સાત હજાર કરતાં વધુ પોલીસ કર્મચારીઓ ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન ફરજ પર હાજર રહેશે. કોઇ પણ ક્રિકેટ મેચ દરમિયાન આટલી બધી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ હોય તેવો આ અત્યાર સુધીનો પ્રથમ કિસ્સો છે.

હુમલાની ધમકીઓને પગલે ઉચ્ચ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે. અમદાવાદ અને શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સુરક્ષા માટે નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG), રેપિડ એક્શન ફોર્સ (RAF), હોમગાર્ડ અને ગુજરાત પોલીસ સહિત વિવિધ એજન્સીઓના 7000 થી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે.

Next Story