/connect-gujarat/media/media_files/2025/08/21/nzzz-2025-08-21-09-19-03.png)
20 ઓગસ્ટના રોજ T20 ક્રિકેટમાં એક મહાન રેકોર્ડ તૂટ્યો. ઇંગ્લેન્ડ ટીમના અનુભવી ખેલાડી જેમ્સ વિન્સે ધ હંડ્રેડમાં રમતી વખતે એક નવો ઇતિહાસ રચ્યો. જેમ્સ વિન્સ હવે T20 ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે.
વિન્સે ધ હંડ્રેડમાં સધર્ન બ્રેવ અને વેલ્સ ફાયર વચ્ચે રમાયેલી મેચમાં આ ખાસ સિદ્ધિ હાંસલ કરી. વિન્સે પોતાની ઇનિંગ્સમાં 26 બોલનો સામનો કરીને 29 રન બનાવ્યા અને ફાફ ડુ પ્લેસિસને પાછળ છોડી દીધો.
ફાફ ડુ પ્લેસિસનો રેકોર્ડ તૂટ્યો
ફાફ ડુ પ્લેસિસ અગાઉ T20 ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવવાના મામલે ટોચ પર હતો. જેમાં તેણે જુલાઈમાં યોજાયેલી મેજર લીગ ક્રિકેટ દરમિયાન આ સ્થાન પ્રાપ્ત કર્યું હતું, જ્યારે તે વિરાટ કોહલીને પાછળ છોડી દેવામાં સફળ રહ્યો હતો.
વિન્સ ધ હંડ્રેડમાં વિજેતા
વિન્સ હવે આ યાદીમાં 6663 રન સાથે પ્રથમ સ્થાને પહોંચી ગયો છે, જેમાં તેની પાસે ડુ પ્લેસિસ સાથે રન વચ્ચેનું અંતર વધારવાની સારી તક છે. જેમ્સ વિન્સને T20 ક્રિકેટ રમવાનો ઘણો અનુભવ છે. તે આ સિઝનમાં ધ હંડ્રેડમાં સધર્ન બ્રેવ ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે.