અંકલેશ્વર: ભરૂચ પ્રીમિયમ લીગ સિઝન-3નો ઉમરવાડાના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય પ્રારંભ

અંકલેશ્વરના ઉમરવાડા ગામ સ્થિત બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભરૂચ ક્રિકેટ લિગ સિઝન-3નું શાનદાર પ્રારંભ કરવામાં આવ્યો હતો.

New Update

ભરૂચ ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત સૌપ્રથમ અને બીજી ભરૂચ પ્રીમિયમ લીગની ભવ્ય સફળતા બાદ સોમવારે અંકલેશ્વરના ઉમરવાડા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભરૂચ ક્રિકેટ લિગ સિઝન-3નો શાનદાર શુભારંભ કરવામાં આવ્યો છે.પૂર્વ ઇન્ડિયન ક્રિકેટર મુનાફ પટેલ, ભરુચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલ,મીણબત્તી ગ્રૂપના અધ્યક્ષ ઉમેશ વિઠાણી,બિરલા કોપર માનવ સંસાધનન હેડ આનંદ પાવર,પ્રોલાઈફ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન કરણ જોલી,અનુપમ રસાયણના ડાયરેક્ટર ગૌરવ ખુરાના,જી.એન.યોરો ગારમેન્ટસના ડાયરેકટર સાજિદ અલી,ઇસ્તીયાક પઠાણ, ઇસ્માઇલ મતાદાર દ્વારા દીપ પ્રાગટ્ય થકી બીપીએલ સિઝન-3ને ખુલ્લી મુકાઈ હતી. આ પ્રસંગે હવામાં બલૂન છોડી, રાષ્ટ્રગાન તેમજ ટોસ ઊછાળી બીપીએલ સિઝન-3ની પેહલી મેચની શરૂઆત કરાઈ હતી. BPL ના આરંભ પ્રસંગે 8 ફ્રેન્ચાઇઝી, ખેલાડીઓ, ક્રિકેટ રસિકો, ગ્રામજનો અને ભરૂચ ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશનના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories