Connect Gujarat
સ્પોર્ટ્સ

વિઝડન ક્રિકેટર ઓફ ધ યરની જાહેરાત, પેટ કમિન્સને લિડિંગ ક્રિકેટરનો એવોર્ડ

વિઝડન ક્રિકેટર ઑફ ધ યર અવોર્ડ એ ક્રિકેટનો સૌથી જૂનો વ્યક્તિગત એવોર્ડ છે. વિઝડન 1889 થી દર વર્ષે આ યાદી બહાર પાડે છે.

વિઝડન ક્રિકેટર ઓફ ધ યરની જાહેરાત, પેટ કમિન્સને લિડિંગ ક્રિકેટરનો એવોર્ડ
X

વિઝડન ક્રિકેટર્સ અલ્માનેક 2024એ વર્ષના ટોપ-5 ક્રિકેટર્સની યાદી બહાર પાડી છે. વર્ષના ટોપ-5 ક્રિકેટરોમાં મિચેલ સ્ટાર્ક, ઉસ્માન ખ્વાજા, એશ્લે ગાર્ડનર, હેરી બ્રુક અને માર્ક વુડનો સમાવેશ થાય છે.

વિઝડન ક્રિકેટર ઑફ ધ યર અવોર્ડ એ ક્રિકેટનો સૌથી જૂનો વ્યક્તિગત એવોર્ડ છે. વિઝડન 1889 થી દર વર્ષે આ યાદી બહાર પાડે છે. પસંદગી ગત ઇંગ્લિશ સિઝનમાં પ્રદર્શન પર આધારિત છે. કોઈપણ ખેલાડી આ અવોર્ડ એક કરતા વધુ વખત જીતી શકે નહીં. વિઝડનના એડિટર લોરેન્સ બૂથે મંગળવારે પાંચ નામોની જાહેરાત કરી હતી.ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ અને નેટ સાયવર-બ્રન્ટને 'વિઝડન લીડિંગ ક્રિકેટર્સ ઇન ધ વર્લ્ડ'નો એવોર્ડ આપવામાં આવ્યો છે. વિઝડન લીડિંગ ક્રિકેટર ઇન ધ વર્લ્ડ અવોર્ડ વિઝડન ક્રિકેટર્સ અલ્માનેકના સંપાદકો દ્વારા વિશ્વના કેટલાક સૌથી અનુભવી લેખકો અને કોમેન્ટેટરો સાથે પરામર્શ કરીને પ્રસ્તુત કરવામાં આવે છે. પસંદગી પાછલા કેલેન્ડર વર્ષમાં વિશ્વમાં ક્યાંય પણ ખેલાડીના પ્રદર્શન પર આધારિત છે. ખેલાડીઓ એક કરતા વધુ વખત અવોર્ડ જીતી શકે છે.

Next Story