એશિયા કપ 2022 : ચેમ્પિયન બનેલી શ્રીલંકાની ટીમ સ્વદેશ પરત ફરતા ભવ્ય સ્વાગત કરાયું...

એશિયા કપ 2022માં 7 વર્ષ બાદ એશિયા કપ જીતનારી શ્રીલંકાની ટીમ, જ્યારે સ્વદેશ પરત આવી, ત્યારે ચાહકોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું.

New Update
એશિયા કપ 2022 : ચેમ્પિયન બનેલી શ્રીલંકાની ટીમ સ્વદેશ પરત ફરતા ભવ્ય સ્વાગત કરાયું...

એશિયા કપ 2022માં 7 વર્ષ બાદ એશિયા કપ જીતનારી શ્રીલંકાની ટીમ, જ્યારે સ્વદેશ પરત આવી, ત્યારે ચાહકોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું. ટીમે ખુલ્લી બસોમાં વિજય પરેડ કરી હતી અને આ દરમિયાન હજારો સમર્થકો રસ્તા પર હાજર હતા.

7 વર્ષ બાદ એશિયા કપ ચેમ્પિયન બનેલી શ્રીલંકાની ટીમ, જ્યારે સ્વદેશ પરત ફરી, ત્યારે ચાહકોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું. ક્રિકેટના કારણે, સામાજિક અને આર્થિક પરિસ્થિતિથી ઝઝૂમી રહેલા શ્રીલંકાના ચાહકોના ચહેરા પર આ ખુશી, ત્યારે જોવા મળી જ્યારે ટીમે ખુલ્લી બસમાં વિજય પરેડ કરી. શ્રીલંકા ક્રિકેટના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર કેટલીક તસવીરો શેર કરવામાં આવી હતી, જેમાં ટીમને ડબલ ડેકર બસમાં ફરતી બતાવવામાં આવી છે અને હજારો ચાહકો તેમને શુભેચ્છા પાઠવતા જોવા મળે છે. આ દરમિયાન ખેલાડીઓ પણ ચાહકોને ખૂબ જ ઉષ્મા સાથે મળતા જોવા મળે છે.

જોકે, મેચની વાત કરીએ તો રવિવારે દુબઈના મેદાન પર પાકિસ્તાન સામેની મેચમાં ટીમે 2014 પછી ફાઇનલમાં મુકાબલો કર્યો હતો, જ્યાં શ્રીલંકાએ દરેક વિભાગમાં પાકિસ્તાનને હરાવીને છઠ્ઠી વખત ચેમ્પિયન બની હતી. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 58 રનમાં 5 વિકેટ ગુમાવ્યા બાદ જબરદસ્ત વાપસી કરી હતી અને 6 વિકેટે 170 રનનો લડાયક સ્કોર બનાવ્યો હતો. શ્રીલંકા તરફથી ભાનુકા રાજપક્ષેએ 45 બોલમાં 71 રન જ્યારે વાનિન્દુ હસરાંગાએ 21 બોલમાં 36 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા પાકિસ્તાનની ટીમ માત્ર 147 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી, અને શ્રીલંકાએ 7 વર્ષ બાદ ટ્રોફી પર કબજો કર્યો હતો. પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાને 49 બોલમાં 55 રન બનાવ્યા હતા, જ્યારે ઈફ્તિખાર અહેમદે 31 બોલમાં 32 રન બનાવ્યા હતા. પરંતુ તે પોતાની ટીમને જીત અપાવી શક્યા ન હતા. શ્રીલંકા તરફથી મદુશને 4 જ્યારે વાનિન્દુ હસરાંગાએ 3 વિકેટ ઝડપી હતી. યુવાધનથી સજ્જ શ્રીલંકન ટીમ માટે આ જીત કોઈ ચમત્કારથી ઓછી ન હતી, તે પણ જ્યારે પ્રથમ મેચમાં અફઘાનિસ્તાન સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

Latest Stories