MIvRCB મુંબઈ સામે બેંગલોર ચોથી વખત હાર્યું, સૂર્યકુમારે 35 બોલમાં 83 રન ફટકાર્યા

પાવરપ્લેની પાંચમી ઓવરમાં 2 વિકેટ ગુમાવીને મુંબઈ તરફથી સૂર્યકુમાર યાદવ બેટિંગ કરવા આવ્યો હતો. તેણે નેહલ વાઢેરા સાથે ભાગીદારી કરી અને 26 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી

New Update
MIvRCB મુંબઈ સામે બેંગલોર ચોથી વખત હાર્યું, સૂર્યકુમારે 35 બોલમાં 83 રન ફટકાર્યા

મુંબઈ ઈન્ડિયન્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની 54મી મેચમાં રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 6 વિકેટે સરળ જીત નોંધાવી હતી. ટીમે 200 રનનો ટાર્ગેટ માત્ર 16.3 ઓવરમાં ચેઝ કરી લીધો હતો. મુંબઈએ RCB સામે તેમના સૌથી મોટા રનને ચેઝ કર્યો હતો. ટૉસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા બેંગ્લોરે 20 ઓવરમાં 6 વિકેટે 199 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ સૂર્યકુમાર યાદવના 83 રનની મદદથી ટાર્ગેટને ચેઝ કર્યો હતો.

વાનખેડે સ્ટેડિયમમાં બેંગ્લોર સામે મુંબઈની આ સતત ચોથી જીત છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ બેંગ્લોર સામે 2015થી અહીં હારી નથી. આ જીત સાથે મુંબઈ પોઇન્ટ્સ ટેબલમાં પાંચ સ્થાનની છલાંગ લગાવીને આઠમા નંબરથી ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. 11 મેચમાં મુંબઈની આ છઠ્ઠી જીત છે. ટીમના હવે 12 પોઇન્ટ્સ છે.

પાવરપ્લેની પાંચમી ઓવરમાં 2 વિકેટ ગુમાવીને મુંબઈ તરફથી સૂર્યકુમાર યાદવ બેટિંગ કરવા આવ્યો હતો. તેણે નેહલ વાઢેરા સાથે ભાગીદારી કરી અને 26 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. તેણે વાઢેરા સાથે 140 રનની ભાગીદારી કરી અને પોતાની ટીમને જીતની નજીક પહોંચાડી હતી. આ ઉપરાંત તેણે IPLમાં 3000 રન પણ પૂરા કર્યા છે.

Latest Stories