Connect Gujarat
સ્પોર્ટ્સ

વુમન-A એશિયા કપ માટે BCCIએ કરી ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ દિવસે પાકિસ્તાન સાથે રમશે મેચ

આપણે બધા જાણીએ છીએ કે એશિયા કપ 2023ના સ્થળને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે અને હજુ પણ આ વિવાદ હજુ અટક્યો નથી.

વુમન-A એશિયા કપ માટે BCCIએ કરી ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ દિવસે પાકિસ્તાન સાથે રમશે મેચ
X

આપણે બધા જાણીએ છીએ કે એશિયા કપ 2023ના સ્થળને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે અને હજુ પણ આ વિવાદ હજુ અટક્યો નથી. હજુ પણ તેને લઈને ચર્ચા ચઆલી રહી છે. એવામાં આ બધા વચ્ચે ભારતીય ક્રિકેટ બોર્ડ એટલે કે BCCIએ શુક્રવારે સવારે એક મોટી જાહેરાત કરી છે. બોર્ડે આગામી ટુર્નામેન્ટ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. આ માટે 14 સભ્યોની મુખ્ય ટીમની પસંદગી કરવામાં આવી છે. આ સાથે બીસીસીઆઈ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં તેની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. ભારતીય ટીમ લીગ તબક્કામાં ત્રણ મેચ રમશે. જેમાંથી એક મેચ પાકિસ્તાન સામે પણ રમાશે. અંહિયા મહત્વની વાત એ છે કે BCCIએ પુરુષોના એશિયા કપ માટે આ ટીમ જાહેર કરી નથી. હાલ બોર્ડે મહિલા ઇમર્જિંગ એશિયા કપ માટે ભારત Aની ટીમ અને મેચોનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ માટે ટીમમાં 14 ખેલાડીઓને જગ્યા આપવામાં આવી છે. જણાવી દઈએ કે ભારતીય ટીમ 13મી જૂનથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ દરમિયાન 17 જૂને ટીમ પાકિસ્તાન સામે પણ મેચ રમશે.

ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ

ભારત A vs હોંગ કોંગ - 13 જૂન 2023

ભારત A vs થાઇલેન્ડ A - 15 જૂન 2023

ભારત A vs પાકિસ્તાન A - 17 જૂન 2023

Next Story