Connect Gujarat
સ્પોર્ટ્સ

WTC Final પહેલા જીત માટે BCCIએ લીધો મોટો નિર્ણય યશસ્વી જાયસવાલની ટિમમા એન્ટ્રી !

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે 7 જૂનથી ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર મેચ રમાશે. બન્ને ટીમોના સ્ક્વોડની જાહેરાત પહેલા જ થઈ ચુકી છે.

WTC Final પહેલા જીત માટે BCCIએ લીધો મોટો નિર્ણય યશસ્વી જાયસવાલની ટિમમા એન્ટ્રી !
X

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે 7 જૂનથી ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર મેચ રમાશે. બન્ને ટીમોના સ્ક્વોડની જાહેરાત પહેલા જ થઈ ચુકી છે. ટીમ ઈન્ડિયાની આ બીજી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ છે.WTC Final 2019-21ના ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને 8 વિકેટથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાના સામે થવા જઈ રહેલી ફાઈનલ પહેલા જ ટીમ ઈન્ડિયાના અમુક ખેલાડી ઈંગ્લેન્ડ પહોંચી ગયા છે. જેમાં વિરાટ કોહલી. ચેતેશ્વર પુજારા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાઝ, અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિન શામેલ છે. ત્યાં જ ટીમ ઈન્ડિયામાં એક સ્ટાર ખેલાડીની એન્ટ્રી થઈ છે. એક રિપોર્ટ અનુસાર યુવા બેટ્સમેન યશસ્વી જાયસવાલને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે સ્ટેડ બાય ખેલાડીના રૂપમાં ઋતુરાજ ગાયકવાડની જગ્યા પર ભારતીય ટીમમાં તક મળી છે. ગાયકવાડે ક્રિકેટ બોર્ડને સુચિત કરી દીધુ છે કે તેમના લગ્ન 3-4 જૂને થશે. ટીમ મેનેજમેન્ટે જાયસવાલને પ્રેક્ટિસ શરૂ કરવા માટે કહ્યું છે. ત્યાં જ અમુક દિવસ ઈંગ્લેન્ડ માટે રવાના થશે. ગાયકવાડે કહ્યું હતું કે તે 5 જૂન બાદ ટીમમાં શામેલ થઈ શકે છે. પરંતુ કોચ રાહુલ દ્રવિડની માંગ પર રિપ્લેસમેન્ટની જાહેરાત કરવામાં આવી છે.

Next Story