ભરૂચ : એક્સ્ટ્રીમ જિમ દ્વારા રેલવે ગ્રાઉન્ડ ખાતે ચોથી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય, 10 ટીમના ખેલાડીઓએ ભાગ લીધો...

ભરૂચ શહેરમાં આવેલ એક્સ્ટ્રીમ જિમના સંચાલક દિલીપ જાદવ દ્વારા જિમમાં આવતા લોકોમાં એકબીજા પ્રત્યે આદર ભાવ વધે તે માટે છેલ્લા 3 વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે.

New Update
  • એક્સ્ટ્રીમજિમદ્વારા કરવામાં આવ્યું વિશેષ આયોજન

  • રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

  • ચોથી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 10 ટીમએ ભાગ લીધો

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનોની ઉપસ્થિતિ

  • રેલવે ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકોની હાજરી

ભરૂચના રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શહેરના એક્સ્ટ્રીમ જિમ દ્વારા ચોથી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 10 ટીમના ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

હાલમાં શિયાળાની મોસમ ચાલી રહી છેત્યારે આ મોસમમાં લોકો પોતાને શારરિક ફીટ અને તંદુરસ્ત રાખવા માટે કસરતયોગ સહિતની એક્ટિવિટી કરતા હોય છેત્યારે ભરૂચ શહેરમાં આવેલ એક્સ્ટ્રીમ જિમના સંચાલક દિલીપ જાદવ દ્વારા જિમમાં આવતા લોકોમાં એકબીજા પ્રત્યે આદર ભાવ વધે તે માટે છેલ્લા 3 વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે.

જેના ભાગરૂપે ભરૂચના રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ચોથી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં 10 ટીમોના ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીજિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રીભાજપ શહેર પ્રમુખ જતીન શાહપાલિકાના કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ડ્રો થયેલી ટેસ્ટ મેચોમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકર બીજા નંબરે

ટેસ્ટ ક્રિકેટ પાંચ દિવસનું હોય છે અને આ તે જગ્યા છે જ્યાં બેટ્સમેનની ધીરજની કસોટી થાય છે. ટેસ્ટમાં ચારેય પરિણામો શક્ય છે - જીત, હાર, ડ્રો અને ટાઇ. ચાલો જાણીએ કે ભારત માટે ડ્રો થયેલી ટેસ્ટ મેચોમાં સૌથી વધુ રન કોણે બનાવ્યા છે.

New Update
19.1

ટેસ્ટ ક્રિકેટ પાંચ દિવસનું હોય છે અને આ તે જગ્યા છે જ્યાં બેટ્સમેનની ધીરજની કસોટી થાય છે. ટેસ્ટમાં ચારેય પરિણામો શક્ય છે - જીત, હાર, ડ્રો અને ટાઇ. ચાલો જાણીએ કે ભારત માટે ડ્રો થયેલી ટેસ્ટ મેચોમાં સૌથી વધુ રન કોણે બનાવ્યા છે.


ભારત માટે ડ્રો થયેલી ટેસ્ટ મેચોમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સુનિલ ગાવસ્કરના નામે છે. તેમણે ભારતીય ટીમ માટે ડ્રો થયેલી 67 ટેસ્ટ મેચોમાં કુલ 6039 રન બનાવ્યા છે. આ દરમિયાન, તેમના બેટમાંથી 22 સદી અને 25 અડધી સદી નીકળી છે.

ભારત માટે ડ્રો થયેલી ટેસ્ટ મેચોમાં સૌથી વધુ રન બનાવવાના મામલે સચિન તેંડુલકર બીજા નંબરે છે. તેમણે ડ્રો થયેલી 72 ટેસ્ટ મેચોમાં કુલ 5887 રન બનાવ્યા છે. તેમણે ડ્રો થયેલી મેચોમાં 20 સદી અને 26 અડધી સદી ફટકારી છે.

ભારત માટે ડ્રો થયેલી ટેસ્ટ મેચોમાં સૌથી વધુ રન બનાવવાના મામલે રાહુલ દ્રવિડ ત્રીજા નંબરે છે. તેમણે 59 ડ્રો થયેલી ટેસ્ટ મેચોમાં કુલ 5379 રન બનાવ્યા છે અને 17 સદી ફટકારી છે.

દિલીપ વેંગસરકર ભારત માટે ડ્રો થયેલી ટેસ્ટ મેચોમાં સૌથી વધુ રન બનાવવાના મામલે ચોથા સ્થાને છે. તેમણે 64 ડ્રો થયેલી ટેસ્ટ મેચોમાં કુલ 4027 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમણે 11 સદી અને 22 અડધી સદી ફટકારી છે.

વીવીએસ લક્ષ્મણ ભારત માટે ડ્રો થયેલી ટેસ્ટ મેચોમાં સૌથી વધુ રન બનાવવાના મામલે પાંચમા સ્થાને છે. તેમણે 46 ડ્રો થયેલી ટેસ્ટ મેચોમાં કુલ 3380 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમણે 8 સદી અને ૨૨ અડધી સદી ફટકારી છે.
Master blaster Sachin Tendulkar | cricket | Indian batsmen