હાર્દિક પંડ્યાના કોન્ટ્રાક્ટને લઈને મોટો વિવાદ,સામસામે આવ્યા ઈરફાન પઠાણ અને આકાશ ચોપડા

આ કોન્ટ્રાક્ટમાં ઈશાન કિશન અને શ્રેયસ અય્યર જેવા ખેલાડીઓને જગ્યા ના મળતા હાર્દિક પંડ્યાને ગ્રે એમાં રાખવામાં આવ્યો છે.

New Update
હાર્દિક પંડ્યાના કોન્ટ્રાક્ટને લઈને મોટો વિવાદ,સામસામે આવ્યા ઈરફાન પઠાણ અને આકાશ ચોપડા

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટનો વિવાદ સતત વધી રહ્યો છે. આ કોન્ટ્રાક્ટમાં ઈશાન કિશન અને શ્રેયસ અય્યર જેવા ખેલાડીઓને જગ્યા ના મળતા હાર્દિક પંડ્યાને ગ્રે એમાં રાખવામાં આવ્યો છે. આ મામલે પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાને સવાલ ઊભો કર્યો છે કે, રણજી ટ્રોફીમાં ના રમવાને કારમે ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને સ્થાન આપવામાં આવ્યું નથી. હાર્દિક પંડ્યા ઘરેલુ મેચ ના રમ્યા હોવા છતાં તેમનો કોન્ટ્રાક્ટ કન્ટીન્યૂ કરવામાં આવ્યો છે. ઈરફાનના આ નિવેદન પર આકાશ ચોપડાએ પણ પ્રતિક્રિયા આપી છે.ઈરફાન પઠાણે BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ અંગે નિવેદન આપ્યું છે કે, શ્રેયસ અય્યર અને ઈશાન કિશન પ્રતિભાશાળી ખેલાડી છે. આ બંને ખેલાડી વાપસી કરે તેવી આશા છે. હાર્દિક રેડ બોલ ક્રિકેટમાં રમવા માંગતા નથી તો, શું તેમણે રાષ્ટ્રીય ટીમમાં ના રમવા પર વ્હાઈટ બોલ ક્રિકેટમાં ભાગ લેવો જોઈએ? જો તમામ લોકો પર આ નિયમ લાગુ નહીં થાય તો ભારતીય ક્રિકેટને ઈચ્છિત પરિણામ પ્રાપ્ત નહીં થાય.

આકાશ ચોપડાએ આ બાબતે ઈરફાન પઠાનનો વિરોધ કર્યો છે. આ બંને પરિસ્થિતિની સરખામણી ના કરવી જોઈએ. આકાશ ચોપડાએ યૂટ્યૂબ પર જણાવ્યું કે, ‘ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ના રમવા પર હાર્દિક પંડ્યાને દંડિત ના કરવો જોઈએ, કારણ કે તેમનું શરીર આ પારંપરિક પ્રારૂપના પડકારમાંથી પસાર થવાની મંજૂરી આપતું નથી. હાર્દિકે છેલ્લે વર્ષ 2018માં રેડ બોલ ક્રિકેટમાં પ્રદર્શન કર્યું હતું.’

આકાશ ચોપડાએ જણાવ્યું કે, ‘હાર્દિક પંડ્યાનો કેસ ખૂબ જ સળ છે. જો તેમણે કોઈ ભૂલ નથી કરી તો તમે તેને શા માટે દંડ કરશો? તેઓ રેડ બોલ ક્રિકેટ નથી રમી રહ્યા. તેઓ કોઈપણ ટેસ્ટ સીરિઝ માટે ઉપબલ્ધ નથી. જો તમે ટેસ્ટ માટે ટ્રાયલ આપતા નથી, તો કોઈપણ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રમવા માટે નહીં કરે. જો તમારા શરીરમાં તાકાત નથી કે તમે આટલા બોલ ફેંકી શકો અને ઈજા થાય, તો તમે 4 દિવસની મેચ શા માટે રમશો? તો શું હાર્દિક પંડ્યાએ રમવું જોઈએ?’

Latest Stories