ચેન્નાઈ સુપર કિંગ્સ દિલ્હીને 77 રનથી હરાવી પ્લેઓફમાં ક્વોલિફાય થયું, આ સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે

ચેન્નાઈએ લીગ સ્ટેજથી 17 પોઇન્ટ્સ મેળવ્યા છે, જ્યારે ડેવિડ વોર્નરની દિલ્હી માત્ર 10 પોઇન્ટ્સ જ મેળવી શકી છે.c

New Update
ચેન્નાઈ સુપર કિંગ્સ દિલ્હીને 77 રનથી હરાવી પ્લેઓફમાં ક્વોલિફાય થયું, આ સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે

ચેન્નાઈ સુપર કિંગ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સિઝનના પ્લેઓફમાં પ્રવેશ કરી લીધો છે. CSK પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી બીજી ટીમ બની ગઈ છે. ટીમે દિલ્હી કેપિટલ્સને તેના હોમ ગ્રાઉન્ડ પર 77 રનથી હરાવ્યું હતું. આ જીત બાદ ચેન્નાઈએ લીગ સ્ટેજથી 17 પોઇન્ટ્સ મેળવ્યા છે, જ્યારે ડેવિડ વોર્નરની દિલ્હી માત્ર 10 પોઇન્ટ્સ જ મેળવી શકી છે. દિલ્હી સામે ચેન્નાઈની આ સતત ચોથી જીત છે.

અરુણ જેટલીના મેદાન પર ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 20 ઓવરમાં 3 વિકેટે 223 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીના બેટર્સ 20 ઓવરમાં 9 વિકેટે 146 રન જ બનાવી શક્યા હતા. દિલ્હીના કેપ્ટન ડેવિડ વોર્નરે સિઝનની છઠ્ઠી ફિફ્ટી ફટકારી હતી. વોર્નરની IPL કરિયરની આ 61મી ફિફ્ટી છે. વોર્નર લીગમાં સૌથી વધુ અડધી સદી ફટકારનાર બેટર છે. ડેવોન કોનવેએ સિઝનની છઠ્ઠી ફિફ્ટી ફટકારી હતી. તેણે 33 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી છે. આ તેની કારકિર્દીની 9મી અડધી સદી છે..

Latest Stories