વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ 2 ક્રિકેટરનું નિધન, ક્રિકેટ જગતમાં શોક..!

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ જગત માટે શનિવાર દુઃખદ સમાચાર લઈને આવ્યો છે. વેસ્ટ ઈન્ડિઝના 2 ક્રિકેટરોનું નિધન થયું છે.

New Update
વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ 2 ક્રિકેટરનું નિધન, ક્રિકેટ જગતમાં શોક..!

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ જગત માટે શનિવાર દુઃખદ સમાચાર લઈને આવ્યો છે. વેસ્ટ ઈન્ડિઝના 2 ક્રિકેટરોનું નિધન થયું છે. ભૂતપૂર્વ સ્પિનર ક્લાઈડ બટ્સે 66 વર્ષની ઉંમરે અને બેટ્સમેન જો સોલોમને 93 વર્ષની ઉંમરે દુનિયા અલવિદા કહી દીધું છે. આ ક્રિકેટરોના નિધન બાદ વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. બોર્ડે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી.

વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ઓફ સ્પિનર ક્લાઈડ બટ્સનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેણે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ભારતીય ટીમ સામે રમી હતી. ક્લાઈડ બટ્સ 1980ના દાયકામાં વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો હતો. બટ્સે 1985માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને 1988માં ભારત સામે તેની છેલ્લી મેચ રમી હતી. ક્લાઈડ બટ્સે વેસ્ટ ઈન્ડિઝ માટે કુલ 7 ટેસ્ટ મેચ રમી અને 10 વિકેટ લીધી. આ દરમિયાન તેણે 108 રન પણ બનાવ્યા હતા.

જયારે વેસ્ટ ઈન્ડિઝ અને ગયાનાના ભૂતપૂર્વ બેટ્સમેન જો સોલોમનનું શનિવારે 93 વર્ષની વયે અવસાન થયું હતું. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે જો સોલોમનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. જો સોલોમનને ઈતિહાસમાં પ્રથમ ટેસ્ટ મેચ ટાઈ કરવા માટે હંમેશા યાદ કરવામાં આવશે. નોંધનીય છે કે જો સોલોમને વેસ્ટ ઈન્ડિઝ માટે 1958થી 1965 વચ્ચે 27 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેણે 34ની એવરેજથી 1326 રન બનાવ્યા હતા. તેણે પોતાની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કારકિર્દી 26 વર્ષની ઉંમરે શરૂ કરી હતી.

Latest Stories