FIFA વર્લ્ડ કપમાં ચોથા દિવસે 4 મેચ, આજે જર્મન ટીમ પોતાના અભિયાનની શરૂઆત કરશે.!
ફિફા વર્લ્ડ કપ 2022નો આજે ચોથો દિવસ છે. આ ટુર્નામેન્ટમાં ચોથા દિવસે પણ 4 મેચ રમાશે. આજે ગ્રુપ-એફ અને ગ્રુપ-ઈની ટીમો એક્શનમાં આવશે.
BY Connect Gujarat Desk23 Nov 2022 4:43 AM GMT

X
Connect Gujarat Desk23 Nov 2022 4:43 AM GMT
ફિફા વર્લ્ડ કપ 2022નો આજે ચોથો દિવસ છે. આ ટુર્નામેન્ટમાં ચોથા દિવસે પણ 4 મેચ રમાશે. આજે ગ્રુપ-એફ અને ગ્રુપ-ઈની ટીમો એક્શનમાં આવશે. પ્રથમ મેચ મોરોક્કો અને ક્રોએશિયા વચ્ચે રમાશે. આ પછી જર્મનીનો સામનો જાપાન સાથે થશે. ગ્રુપ Eની ત્રીજી મેચમાં કોસ્ટા રિકા સ્પેન સામે ટકરાશે. અને દિવસની છેલ્લી મેચ બેલ્જિયમ અને કેનેડા વચ્ચે છે.
ગત વર્લ્ડ કપમાં ફાઇનલમાં પહોંચનાર ક્રોએશિયા મોરોક્કો સામે જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરવા ઇચ્છશે. ગ્રુપ એફમાં આ બે ટીમો ઉપરાંત બેલ્જિયમ અને કેનેડાની ટીમો છે. આ બંને ટીમો પણ સાંજે સામસામે ટકરાશે.
દિવસની સૌથી મહત્વની મેચ જર્મની અને જાપાન વચ્ચે છે. 2014 વર્લ્ડ કપની ચેમ્પિયન જર્મની આ વર્લ્ડ કપમાં પોતાની સફર જીત સાથે શરૂ કરવા માંગે છે. આ જ ગ્રુપની બીજી મેચ 2010ની ચેમ્પિયન સ્પેન અને કોસ્ટા રિકા વચ્ચે રમાશે.
Next Story