Connect Gujarat
સ્પોર્ટ્સ

FIFA વર્લ્ડ કપ 2022: હાર્યા બાદ પણ ફ્રાન્સના એમ્બાપ્પે બન્યો હીરો, હેટ્રિકએ રચ્યો ઈતિહાસ..!

18 ડિસેમ્બરની રાત્રે રમાયેલી ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઈનલ મેચમાં આર્જેન્ટિનાએ પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાંસને 4-2થી હરાવ્યું હતું.

FIFA વર્લ્ડ કપ 2022: હાર્યા બાદ પણ ફ્રાન્સના એમ્બાપ્પે બન્યો હીરો, હેટ્રિકએ રચ્યો ઈતિહાસ..!
X

18 ડિસેમ્બરની રાત્રે રમાયેલી ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઈનલ મેચમાં આર્જેન્ટિનાએ પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાંસને 4-2થી હરાવ્યું હતું. આર્જેન્ટિના ભલે જીતી ગયું હોય, પરંતુ વિશ્વમાં યુવા ફ્રેન્ચ સ્ટાર કિલિયન એમ્બાપ્પેની પણ ચર્ચા થઈ રહી છે. જેણે વર્લ્ડ કપમાં હેટ્રિક સહિત કુલ 4 ગોલ ફટકાર્યા હતા.

વિશ્વ કપની ફાઇનલમાં કાયલિયાન એમ્બાપ્પેએ ઐતિહાસિક હેટ્રિક કરી હતી. મેચની 80મી મિનિટે, જ્યારે આર્જેન્ટિના 2-0થી આગળ હતું અને એવું લાગતું હતું કે તે એકતરફી મેચ જીતી જશે, ત્યારે એમ્બાપ્પે બહાર આવીને એવી ચપળતા બતાવી કે વિશ્વને આશ્ચર્ય થયું.


આર્જેન્ટિનાએ પહેલા હાફમાં આક્રમક રમત દેખાડી, જેના કારણે ફ્રાન્સ સંપૂર્ણપણે બેકફૂટ પર દેખાઈ. પહેલા હાફમાં 79મી મિનિટ સુધી 2-0ની સરસાઈ અકબંધ રહી, પરંતુ પછી આંખના પલકારામાં કંઈક એવું થયું જે ઈતિહાસ બની ગયું. અહીં ફ્રાન્સને પેનલ્ટી કિક મળી, 23 વર્ષીય કિલિયન એમ્બાપ્પે એક્શનમાં આવ્યો અને ગોલ કર્યો. ત્યારે ફ્રાન્સના ચાહકો, સોશિયલ મીડિયા પર લોકો આ ગોલની ઉજવણી કરી રહ્યા હતા કે એમ્બાપેએ બીજો ગોલ કર્યો. 81મી મિનિટે, એમ્બાપ્પેએ પોતાની જોરદાર રમત બતાવી અને માર્કસ થુરામની મદદથી બીજો ગોલ કરીને મેચને 2-2થી બરાબર કરી દીધી. આ અદ્ભુત ઘટના લગભગ 97 સેકન્ડના અંતરાલમાં બની જેણે અત્યાર સુધી ચાલી રહેલી એકતરફી મેચને જીવંત બનાવી દીધી.

માત્ર આ બે ગોલમાં જ નહીં, પણ એમ્બાપ્પેએ વધારાના સમયમાં ફ્રાન્સ માટે એક ગોલ પણ કર્યો અને તેના કારણે મેચ વધારાના સમય સુધી બરાબરી પર રહી અને 3-3ની બરાબરી પર પહોંચી. Mbappéએ પેનલ્ટી શૂટઆઉટમાં પણ એક ગોલ કર્યો હતો અને આ રીતે તેણે અંતિમ મેચમાં 4 ગોલ કર્યા હતા.

Next Story