/connect-gujarat/media/post_banners/0a0911a7001ecf6c55b477d31ffa225ce9042c0553f0c258612dd06686d1a0f3.webp)
ફિફા વર્લ્ડ કપ 2022માં અનેક પ્રકારની ઘટનાઓ સતત બની રહી છે. સોમવારે પણ કતારના સ્ટેડિયમ પાસે એક અકસ્માત થયો હતો જ્યાં સ્વિસ ખેલાડીઓને લઈ જતી બસ પોલીસની કાર સાથે અથડાઈ હતી. સોમવારે બ્રાઝિલ સાથેની મેચ પહેલા જ્યારે ખેલાડીઓ સ્ટેડિયમમાં જઈ રહ્યા હતા ત્યારે અથડામણ થઈ હતી.
અહેવાલો અનુસાર બસ ઓછી સ્પીડ પર હતી જેના કારણે અથડામણમાં કોઈને નુકસાન થયું ન હતું. કતારના સ્ટેડિયમ-974માં બ્રાઝિલ અને સ્વિટ્ઝર્લેન્ડ વચ્ચે મુકાબલો થયો હતો. જેમાં બ્રાઝિલનો 1-0થી વિજય થયો હતો.
સ્ટેડિયમ તરફ જતા રોડ પર ભારે ટ્રાફિક જામ થયો હતો આ સંજોગોમાં વાહનો ધીમી ગતિએ આગળ વધી રહ્યા હતા અને આ દરમિયાન ખેલાડીઓની બસ આગળ જઈ રહેલી પોલીસની કાર સાથે અથડાઈ હતી. જો કે, તેનાથી વધારે નુકસાન થયું ન હતું અને ખેલાડીઓ સુરક્ષિત રીતે તેમના મેદાન પર પહોંચી ગયા હતા, ત્યારબાદ બધાએ મેચ રમી હતી.