Connect Gujarat
સ્પોર્ટ્સ

FIFA વર્લ્ડ કપ: કેમરૂન સામેની મેચ પહેલા બ્રાઝિલને ઝટકો, સ્ટાર ખેલાડી નેમાર આગામી ગ્રુપ મેચમાંથી બહાર.!

બ્રાઝિલનો સ્ટાર ફોરવર્ડ નેમાર પણ જમણા પગની ઘૂંટીમાં ઈજાના કારણે વર્લ્ડ કપમાં ટીમની આગામી ગ્રુપ મેચમાંથી બહાર થઈ ગયો છે.

FIFA વર્લ્ડ કપ: કેમરૂન સામેની મેચ પહેલા બ્રાઝિલને ઝટકો, સ્ટાર ખેલાડી નેમાર આગામી ગ્રુપ મેચમાંથી બહાર.!
X

બ્રાઝિલનો સ્ટાર ફોરવર્ડ નેમાર પણ જમણા પગની ઘૂંટીમાં ઈજાના કારણે વર્લ્ડ કપમાં ટીમની આગામી ગ્રુપ મેચમાંથી બહાર થઈ ગયો છે.ટીમના ડૉક્ટર રોડ્રિગો લેસેમરે મંગળવારે આ વાતની પુષ્ટિ કરી. લેસમેરે કહ્યું કે તે શુક્રવારની કેમેરૂન સામેની મેચ સુધી સંપૂર્ણ રીતે ફિટ નહીં થાય.

નેમાર સ્વિટ્ઝર્લેન્ડ સામેની છેલ્લી મેચમાં પણ રમી શક્યો ન હતો અને ટીમ જીતીને લાસ્ટ-16માં પહોંચી હતી. લેસેમરે એ નથી કહ્યું કે નેમાર મેદાનમાં પાછો ફરશે કે કેમ. લેસમેરે કહ્યું કે નેમારને સોમવારે પણ તાવ આવ્યો હતો પરંતુ હવે તે નિયંત્રણમાં છે. સર્બિયા સામેની મેચ દરમિયાન નેમારને ઈજા થઈ હતી.

સર્બિયા સામે 2-0ની જીત દરમિયાન અવેજી કરવામાં આવ્યા બાદ નેમારને પગની ઘૂંટીમાં સોજો જોવા મળ્યો હતો. બ્રાઝિલિયન ફૂટબોલ ફેડરેશન (CBF) ના ડૉક્ટર રોડ્રિગો લાસ્મારે ત્યારબાદ કહ્યું કે નેમારને લિગામેન્ટમાં ઈજા થઈ છે.

Next Story
Share it