હોકી વર્લ્ડ કપઃ આજે વેલ્સ સાથે ભારતની ત્રીજી મેચ..!

હોકી વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં સીધા પ્રવેશ માટે ભારતે ગુરુવારે (19 જાન્યુઆરી) વેલ્સ સામે મોટી જીત નોંધાવવી પડશે.

New Update
હોકી વર્લ્ડ કપઃ આજે વેલ્સ સાથે ભારતની ત્રીજી મેચ..!

હોકી વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં સીધા પ્રવેશ માટે ભારતે ગુરુવારે (19 જાન્યુઆરી) વેલ્સ સામે મોટી જીત નોંધાવવી પડશે. પૂલ ડીમાં ભારત અને ઈંગ્લેન્ડના ચાર-ચાર પોઈન્ટ છે, પરંતુ વધુ ગોલ કરવાના કારણે ઈંગ્લેન્ડ ટોપ પર છે. આ સાથે ઈંગ્લેન્ડ પણ તેની છેલ્લી મેચમાં સ્પેન સામે જીત નોંધાવીને પૂલ ડીમાં ટોચ પર રહેવાનો પ્રયાસ કરશે. આ મેચ સાંજે 7.00 વાગ્યાથી રમાશે.

ભારતે તેની પ્રથમ મેચમાં સ્પેનને 2-0થી હરાવ્યું હતું, જ્યારે બીજી મેચ ઇંગ્લેન્ડ સાથે ડ્રો રહી હતી. ઇંગ્લેન્ડે તેની પ્રથમ મેચમાં વેલ્સ સામે 5-0થી વિજય નોંધાવ્યો હતો. ત્રીજા સ્થાને રહેલા સ્પેને વેલ્સને 5-1થી હરાવ્યું. આ પૂલમાં છેલ્લા સ્થાને રહેલા વેલ્સને બાદ કરતાં ત્રણેય દેશો પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને રહેવાના દાવેદાર છે. વર્લ્ડ કપમાં રમી રહેલી 16 દેશોની ટીમોને 4-4ના પૂલમાં વહેંચવામાં આવી છે. દરેક પૂલની પ્રથમ ટીમને અંતિમ આઠની સીધી ટિકિટ મળશે. બાકીની ચાર ટીમો ક્રોસ ઓવર દ્વારા ક્વાર્ટર ફાઇનલમાં પહોંચશે.

Read the Next Article

ગૌતમ ગંભીરની માતાને આવ્યો હાર્ટ અટેક, માતાની તબિયત બગડતા તેમને ICUમાં દાખલ કરાયા

ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડમાં 5 મેચની ટેસ્ટ સીરિઝ માટે તૈયારી કરી રહી છે. આ દરમિયાન એક ખરાબ સમાચાર આવ્યા છે. ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર ભારત પરત

author-image
By Connect Gujarat Desk
New Update
ggabhir

ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડમાં 5 મેચની ટેસ્ટ સીરિઝ માટે તૈયારી કરી રહી છે. આ દરમિયાન એક ખરાબ સમાચાર આવ્યા છે. ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર ભારત પરત ફરી રહ્યા છે. કેટલાક ટ્વિટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમની માતાની તબિયત બગડતા તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે.

ગૌતમ ગંભીર 7 જૂને ટીમ સાથે લંડન પહોંચ્યો હતો. ટીમ હાલમાં બેકેનહામમાં પ્રેક્ટિસ કરી રહી છે. આજથી અહીં એક ઇન્ટ્રા-સ્ક્વોડ પ્રેક્ટિસ મેચ રમવાની છે, પરંતુ તે પહેલાં તેણે ટીમ છોડીને ભારત પરત ફરવું પડ્યું હતું. જોકે, 20 જૂનથી શરૂ થનારી ટેસ્ટ પહેલા તે ટીમ સાથે ઇંગ્લેન્ડમાં રહેશે.

ગૌતમ ગંભીરની માતાનું નામ સીમા ગંભીર છે. તેમને હાર્ટ એટેક આવ્યો હતો. મળતી માહિતી મુજબ, તેઓ હાલમાં ICUમાં દાખલ છે, પરંતુ સારી વાત એ છે કે તેઓ ખતરાની બહાર છે. હવે પ્રાપ્ત માહિતી મુજબ, ગંભીર 17 જૂને ઇંગ્લેન્ડ પરત ફરશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ 20 જૂનથી લીડ્સના હેડિંગ્લી ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે.

ગંભીરનો પરિવાર દિલ્હીમાં રહે છે, તેમના પિતાનું નામ દીપક ગંભીર છે. તેમનો ટેક્સટાઇલ્સનો વ્યવસાય છે. તેમની માતા સીમા ગંભીર ગૃહિણી છે. ગંભીરની એક નાની બહેન છે, જેનું નામ એકતા છે. ઓક્ટોબર 2021માં ગંભીરે નતાશા જૈન સાથે લગ્ન કર્યા. તેમને બે પુત્રીઓ છે જેમનું નામ Aazeen અને Anaiza છે.

 

Latest Stories