IND vs AUS: ગાબા ટેસ્ટ ડ્રો, સિરીઝ 1-1 થી બરાબર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ ડ્રો રહી છે. ગાબામાં રમાયેલી આ મેચ વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી.

New Update
a

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ ડ્રો રહી છે. ગાબામાં રમાયેલી આ મેચ વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી.

અંતિમ દિવસે ભારતને જીતવા માટે 275 રન બનાવવાના હતા. જોકે, ચાના સમય બાદ વરસાદ પડ્યો હતો. આવી સ્થિતિમાં દિવસની રમત સમાપ્ત થઈ અને મેચનું પરિણામ ડ્રો આવ્યું. 3 મેચ બાદ સિરીઝ હવે 1-1 થી બરાબર છે.

મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ દાવમાં તમામ વિકેટ ગુમાવીને 445 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે પ્રથમ દાવમાં 260 રન બનાવ્યા હતા. કાંગારૂ ટીમે 89/7 પર બીજી ઇનિંગ ડિકલેર કરી હતી. આવી સ્થિતિમાં ભારતને અંતિમ દિવસે જીતવા માટે 275 રન બનાવવાના હતા. બીજી તરફ ઓસ્ટ્રેલિયાને આ મેચ જીતવા માટે 10 વિકેટની જરૂર હતી. જો કે મેચમાં વરસાદની સંભાવના પહેલાથી જ વ્યક્ત કરવામાં આવી હતી. એવું જ થયું અને ચાના સમય પછી ભારત મેચ સમાપ્ત કરી શક્યું નહીં અને આખરે તેને ડ્રો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.