IND vs AUS : ઇન્દોર ટેસ્ટ મેચ ઑસ્ટ્રેલિયાના હાથમાં, જીતવા માટે 76 રનની જરૂર..!

ઈન્દોરના હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ (IND vs AUS)ના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ દાવમાં 197 રનમાં સમેટાઈ ગઈ હતી.

New Update
IND vs AUS : ઇન્દોર ટેસ્ટ મેચ ઑસ્ટ્રેલિયાના હાથમાં, જીતવા માટે 76 રનની જરૂર..!

ઈન્દોરના હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ (IND vs AUS)ના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ દાવમાં 197 રનમાં સમેટાઈ ગઈ હતી. આ પછી ભારતીય ટીમ બીજા દાવમાં 163 રન બનાવી શકી હતી. બીજા દિવસની રમતમાં પણ સ્પિનરોનો દબદબો રહ્યો, પછી તે આર અશ્વિન હોય કે નાથન લિયોન, સ્પિનરોએ બેટ્સમેનોને ક્રિઝ પર રહેવા દીધા ન હતા.

Advertisment

તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ તરફથી ઉમેશ યાદવ અને અશ્વિન (આર. અશ્વિન)એ બીજા દિવસની રમતમાં 3-3 વિકેટ ઝડપી અને ઓસ્ટ્રેલિયાની ટીમને 197 રનમાં ઘટાડી દીધી. આ પછી ઓસ્ટ્રેલિયન ટીમ માટે નાથન લિયોને 8 વિકેટ ઝડપી હતી અને બીજી ઇનિંગમાં ભારતીય ટીમને 163 રનમાં સમેટાઇ ગઈ હતી. આ સાથે કાંગારૂ ટીમને ત્રીજી ટેસ્ટ મેચ જીતવા માટે માત્ર 76 રનનો આસાન ટાર્ગેટ મળ્યો છે.

Advertisment