ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ ઓસ્ટ્રેલિયાના સ્પિન બોલરોએ શાનદાર રમત બતાવી હતી. દિવસના પહેલા સેશનમાં જ ઈન્દોરની પીચ સ્પિન બોલરોને ઘણી મદદ કરી રહી હતી અને ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 109 રનમાં સમેટાઈ ગઈ હતી.
Umesh Yadav 2nd Six vs Ind Vs Australia.#INDvsAUS3rdTEST #IndVsAus2023 #BGT2023 pic.twitter.com/AJaOimNSAk
— Mishra Cric Talk (@MishraCric) March 1, 2023
બીજા સેશનમાં પણ અશ્વિન ત્રણ રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ઉમેશ યાદવ બેટિંગ કરવા આવ્યો હતો. ઉમેશે 13 બોલમાં 17 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે બે સિક્સર અને એક ફોર પણ ફટકારી હતી. ઉમેશ યાદવ નીચલા ક્રમમાં તેની આક્રમક બેટિંગ માટે જાણીતો છે. આવી સ્થિતિમાં તેની પાસેથી આવી જ બેટિંગની અપેક્ષા રાખવામાં આવી હતી અને તેણે પ્રથમ છગ્ગો ફટકારતા જ વિરાટ કોહલી આનંદથી ઉછળી પડ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા પણ ઉમેશની છગ્ગા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો.