/connect-gujarat/media/post_banners/3dd60c47ffdfbc1c87fc4c2dadd24f81d0e889b23ca8be7bc7188bbeb0cb193f.webp)
ભારતીય ટીમે રાયપુર મેદાન પર ચોથી T20 મેચમાં ઓસ્ટ્રેલિયાને 20 રને હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ પાંચ મેચોની શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ પણ મેળવી લીધી છે. એટલું જ નહીં પરંતુ ટીમ ઈન્ડિયાએ સિરીઝમાં ત્રીજી વખત કાંગારૂઓને હરાવીને વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે. ભારત હવે T-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ જીત મેળવનારો દેશ બની ગયો છે.
ભારતીય ટીમ T-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ જીત મેળવનારી ટીમ બની ગઈ છે. ચોથી T-20માં ઓસ્ટ્રેલિયા સામેની જીત ટીમ ઈન્ડિયાની ઈન્સ્ટન્ટ ક્રિકેટમાં 136મી જીત છે. આ મામલે ભારતીય ટીમે પાકિસ્તાનને પાછળ છોડી દીધું છે જેણે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં કુલ 135 મેચમાં જીતનો સ્વાદ ચાખ્યો છે.