IND vs AUS: શુભમન ગિલ કે રાહુલ, ઇન્દોર ટેસ્ટમાં કોને મળશે તક..!

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ 1 માર્ચથી ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં શરૂ થશે. ભારતે ચાર મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ બનાવી લીધી છે.

IND vs AUS: શુભમન ગિલ કે રાહુલ, ઇન્દોર ટેસ્ટમાં કોને મળશે તક..!
New Update

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ 1 માર્ચથી ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં શરૂ થશે. ભારતે ચાર મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ બનાવી લીધી છે. પરંતુ ટીમનો ઓપનર લોકેશ રાહુલ ખાસ કંઈ કરી શક્યો નથી. ખરાબ ફોર્મ સાથે ઝઝૂમી રહેલા રાહુલને ટીમમાંથી બહાર કરવાની સતત ચર્ચા થઈ રહી છે. સુકાની રોહિત અને કોચ દ્રવિડે તેને સમર્થન આપ્યું હોવા છતાં ગિલ ઇન્દોર ટેસ્ટમાં રાહુલની જગ્યા લેવા માટે તૈયાર છે. પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપરાનું પણ માનવું છે કે ત્રીજી ટેસ્ટમાં શુબમન ગિલ કેપ્ટન રોહિત સાથે ઈનિંગ્સની શરૂઆત કરી શકે છે.

જિયો સિનેમાના સ્પોર્ટ્સ શો આકાશવાણીમાં આકાશ ચોપરાએ ત્રીજી ટેસ્ટ માટે પોતાની ટીમ પસંદ કરી. આકાશે કહ્યું કે ત્રીજી ટેસ્ટમાં રાહુલની જગ્યાએ ગિલને તક મળે તેવી પૂરી સંભાવના છે. તેણે કહ્યું, “બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચના ઘણા પાસાઓ છે. અમારી ટીમમાં કોઈ વાઈસ-કેપ્ટન નથી અને ઓસ્ટ્રેલિયાની ટીમમાં કોઈ કેપ્ટન નથી. પેટ કમિન્સ હજુ ઓસ્ટ્રેલિયા માટે પરત ફર્યા નથી. આ સ્થિતિમાં સ્ટીવ સ્મિથ તેની ગેરહાજરીમાં ટીમની કમાન સંભાળશે.

ત્રીજી ટેસ્ટ માટે ભારતની સંભવિત ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમી.

#India #Connect Gujarat #BeyondJustNews #Team India #KL Rahul #Shubman Gill #Ind VS Aus #Border Gavaskar Trophy #Indore Test
Here are a few more articles:
Read the Next Article