ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેનની તોફાની બેટિંગને કારણે ઓસ્ટ્રેલિયન ટીમે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ ભારત સામે 9 વિકેટે જીતી લીધી હતી. આ જીત સાથે કાંગારૂ ટીમે ચાર મેચોની સિરીઝમાં 2-1થી વાપસી કરી લીધી છે. સિરીઝની છેલ્લી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9 થી 13 માર્ચ દરમિયાન રમાશે.મેચના ત્રીજા દિવસે કાંગારૂ ટીમે ચોથા દાવમાં 76 રનના ટાર્ગેટને એક વિકેટે આસાનીથી હાંસલ કરી લીધો હતો, જો કે ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઉસ્માન ખ્વાજાને બીજા બોલ પર પેવેલિયન મોકલીને ભારતીય ચાહકોની આશાઓ વધારી દીધી હતી. ભારતીય સ્પિનરોએ પણ પ્રથમ 11 ઓવરમાં અસરકારક બોલિંગ કરી, પરંતુ 12મી ઓવરમાં બોલ બદલાઈ ગયો. બોલ બદલાતા જ પરિસ્થિતિ બદલાઈ ગઈ. ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેન અણનમ પરત ફર્યા હતા. ઓસ્ટ્રેલિયાએ 6 વર્ષ બાદ ભારતની ધરતી પર જીત મેળવી છે. શાનદાર જીત સાથે ઓસ્ટ્રેલિયાએ WTCની ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. ભારતની હારનું કારણ તેના બેટ્સમેનો હતા. પ્રથમ દાવમાં 109 રન પર આઉટ થયેલી ટીમ ઈન્ડિયા ભારતીય ટીમની બીજી ઈનિંગમાં માત્ર 163 રનમાં સમેટાઈ ગઈ હતી. ચેતેશ્વર પૂજારાએ સૌથી વધુ 59 રનની ઇનિંગ રમી હતી. જ્યારે, શ્રેયસ અય્યરે 26 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે નાથન લાયને ખતરનાક બોલિંગ કરી અને 64 રન આપીને 8 વિકેટ ઝડપી હતી.
IND VS AUS : ઈન્દોર ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની હાર, ઓસ્ટ્રેલિયન ટીમે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ ભારત સામે 9 વિકેટે જીતી
ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેનની તોફાની બેટિંગને કારણે ઓસ્ટ્રેલિયન ટીમે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ ભારત સામે 9 વિકેટે જીતી લીધી હતી.
New Update