Connect Gujarat
સ્પોર્ટ્સ

IND vs ENG: ભારતે બીજી ટેસ્ટ 106 રનથી જીતી, સિરીઝ 1-1થી બરાબર, બુમરાહ-અશ્વિનને મળી 3-3 વિકેટ..!

વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતે ઈંગ્લેન્ડને 106 રનથી હરાવ્યું છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીમાં વાપસી કરી છે

IND vs ENG: ભારતે બીજી ટેસ્ટ 106 રનથી જીતી, સિરીઝ 1-1થી બરાબર, બુમરાહ-અશ્વિનને મળી 3-3 વિકેટ..!
X

વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતે ઈંગ્લેન્ડને 106 રનથી હરાવ્યું છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીમાં વાપસી કરી છે અને શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. ઈંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટ 28 રને જીતી હતી. ત્રીજી ટેસ્ટ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે.

ભારતે ઈંગ્લેન્ડને 399 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ઈંગ્લિશ ટીમનો બીજો દાવ 292 રનમાં સમેટાઈ ગયો હતો. ભારતીય ટીમે યશસ્વી જયસ્વાલની બેવડી સદીની મદદથી પ્રથમ દાવમાં 396 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ તેની પ્રથમ ઈનિંગમાં 253 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતને પ્રથમ દાવમાં 143 રનની લીડ મળી હતી. ગિલની સદીના આધારે ટીમ ઈન્ડિયાએ તેની બીજી ઈનિંગમાં 255 રન બનાવ્યા અને ઈંગ્લેન્ડને 399 રનનો ટાર્ગેટ આપ્યો. ત્યારબાદ ભારતે ઇંગ્લિશ ટીમને 292 રનમાં આઉટ કરીને મેચ જીતી લીધી હતી.

Next Story