/connect-gujarat/media/post_banners/cbbabc1bac20d6c150b2a6b432a623f017cd7c5048e73f65aa1fb7cd4f2e9af7.webp)
ન્યુઝીલેન્ડ સામે રમાયેલી બીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ 191 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ સૂર્યકુમાર યાદવની ઝડપી સદીના બળ પર આ મોટો સ્કોર બનાવ્યો છે.
T20Is No.1 Batsman Suryakumar Yadav Sky dominance this year 🔥#SuryakumarYadav #INDvsNzpic.twitter.com/6bvlR8cNk5
— ɅMɅN DUВΞY (@imAmanDubey) November 20, 2022
સૂર્યાએ પોતાની ઇનિંગમાં 111 રન બનાવ્યા હતા. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી આ બીજી T20 મેચ શાનદાર રહી. કારણ કે ભારત તરફથી સૂર્યકુમાર યાદવે માત્ર 49 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. સૂર્યકુમાર યાદવની ઇનિંગે કેવી રીતે વેગ પકડ્યો તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેણે માત્ર 17 બોલમાં પોતાની બીજી ફિફ્ટી પૂરી કરી હતી. સૂર્યકુમાર યાદવની ટી20 કારકિર્દીની આ બીજી સદી છે.