IND vs NZ : રોહિત શર્માએ ન્યુઝીલેન્ડ સામે 2 છગ્ગા ફટકારીને બનાવ્યો આ રેકોર્ડ..!

હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ન્યુઝીલેન્ડ સામે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે.

New Update
IND vs NZ : રોહિત શર્માએ ન્યુઝીલેન્ડ સામે 2 છગ્ગા ફટકારીને બનાવ્યો આ રેકોર્ડ..!

હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ન્યુઝીલેન્ડ સામે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. તેણે પોતાની 34 રનની ઇનિંગ્સમાં 2 સિક્સર ફટકારી હતી. રોહિત સારી શરૃઆત બાદ મોટી ઇનિંગ રમી શક્યો ન હતો, પરંતુ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટનો રેકોર્ડ ચોક્કસપણે તોડી નાખ્યો હતો.

મેચમાં બે છગ્ગા સાથે, રોહિત ઘરઆંગણે વનડેમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બની ગયો. તેણે આ મામલે ધોનીને પાછળ છોડી દીધો. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટને ભારતની ધરતી પર વનડેમાં 123 સિક્સર ફટકારી હતી. ભારતીય ઇનિંગ્સની ત્રીજી ઓવરમાં હેનરી શિપલીની બોલ પર સિક્સર ફટકારતાં રોહિત ધોનીથી આગળ નીકળી ગયો હતો. જે બાદ તેણે બીજી સિક્સ ફટકારી હતી. ભારતની ધરતી પર હવે રોહિતની સિક્સરની સંખ્યા વધીને 125 થઈ ગઈ છે.

Latest Stories