IND vs NZ : ન્યુઝીલેન્ડને ઝટકો, ત્રીજી T20 મેચ પહેલા કેપ્ટન વિલિયમસન બહાર.!

ભારત સામેની ત્રીજી T20 પહેલા ન્યુઝીલેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. કિવી ટીમનો કેપ્ટન કેન વિલિયમસન અંગત કારણોસર ત્રીજી મેચ નહીં રમે.

New Update
IND vs NZ :  ન્યુઝીલેન્ડને ઝટકો, ત્રીજી T20 મેચ પહેલા કેપ્ટન વિલિયમસન બહાર.!

ભારત સામેની ત્રીજી T20 પહેલા ન્યુઝીલેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. કિવી ટીમનો કેપ્ટન કેન વિલિયમસન અંગત કારણોસર ત્રીજી મેચ નહીં રમે. ભારતીય ટીમે હાલમાં ત્રણ મેચની T20 શ્રેણીમાં 1-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. વેલિંગ્ટનમાં પ્રથમ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. આ પછી માઉન્ટ મૌનગાનુઇમાં રમાયેલી બીજી T20માં ભારતે 65 રનથી જીત મેળવી હતી. હવે શ્રેણીની છેલ્લી મેચ મંગળવારે નેપિયરમાં રમાશે.

Advertisment

ICC અનુસાર મેડિકલ એપોઇન્ટમેન્ટના કારણે વિલિયમસન ત્રીજી T20માં નહીં રમે. તેના સ્થાને સિનિયર ફાસ્ટ બોલર ટિમ સાઉથી ન્યૂઝીલેન્ડ ટીમની કમાન સંભાળશે. ડાબોડી વિસ્ફોટક બેટ્સમેન માર્ક ચેપમેન ટીમમાં પાછો ફર્યો છે. તેને ત્રીજી ટી20માં તક મળી શકે છે. વિલિયમસનની ગેરહાજરી ન્યુઝીલેન્ડ માટે એક ફટકો છે કારણ કે તે ભારત સામેની બીજી T20Iમાં કિવી માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો.

Advertisment