IND vs NZ T20 : આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ, ભારત માટે કરો યા મરો..!
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ T20 સીરીઝની બીજી મેચ રવિવારે લખનૌમાં રમાશે. તે ભારત માટે કરો યા મરો મેચ છે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ T20 સીરીઝની બીજી મેચ રવિવારે લખનૌમાં રમાશે. તે ભારત માટે કરો યા મરો મેચ છે. જો ટીમ ઈન્ડિયા આ મેચ હારી જશે તો ટી-20 સિરીઝ પણ ગુમાવશે. પ્રથમ T20માં ન્યૂઝીલેન્ડે 21 રને જીત મેળવી હતી. હાર્દિક પંડ્યાએ તેની કેપ્ટનશિપ હેઠળ અત્યાર સુધીની દરેક ટી20 સિરીઝ જીતી છે અને તે આ સિરીઝમાં પણ વાપસી કરવા માંગે છે. આ સાથે જ ન્યૂઝીલેન્ડની કેપ્ટન્સી સેન્ટનરના હાથમાં છે. છેલ્લી મેચમાં સેન્ટનેરે પણ સારી કેપ્ટનશિપ સાથે શાનદાર બોલિંગ કરી હતી. આ સાથે જ ડેવોન કોનવે અને ડેરીલ મિશેલે ન્યૂઝીલેન્ડને કેન વિલિયમસનની કમી અનુભવવા ન દીધી.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 23 T20 મેચ રમાઈ છે. જેમાંથી ભારતે 10માં જીત મેળવી છે, જ્યારે કિવી ટીમે 10 મેચ જીતી છે. ત્રણ મેચ ટાઈ રહી છે. બંને ટીમ ભારતમાં નવ વખત આમને-સામને આવી ચુકી છે. જેમાંથી ટીમ ઈન્ડિયાએ પાંચ વખત જીત મેળવી હતી, જ્યારે ન્યૂઝીલેન્ડે ચાર મેચ જીતી હતી. લખનૌના એકાના સ્ટેડિયમમાં બંને ટીમો પ્રથમ વખત ટકરાશે.