IND W vs PAK W: જેમિમાએ વિરાટની સ્ટાઈલમાં પાકિસ્તાનની કરી ધોલાઈ, દરેક શોટની નકલ કરી, જુઓ VIDEO

મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને હરાવીને વિજયી શરૂઆત કરી છે. 150 રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતે શાનદાર પ્રદર્શન કર્યું અને સાત વિકેટે મેચ જીતી લીધી.

IND W vs PAK W: જેમિમાએ વિરાટની સ્ટાઈલમાં પાકિસ્તાનની કરી ધોલાઈ, દરેક શોટની નકલ કરી, જુઓ VIDEO
New Update

મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને હરાવીને વિજયી શરૂઆત કરી છે. 150 રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતે શાનદાર પ્રદર્શન કર્યું અને સાત વિકેટે મેચ જીતી લીધી. આ મેચમાં ભારત તરફથી જેમિમા રોડ્રિગ્સ અને રિચા ઘોષે શાનદાર બેટિંગ કરી હતી. બંનેએ ચોથી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી કરીને ભારતને 19 ઓવરમાં જીત અપાવી હતી. આ જીત સાથે ભારતીય ટીમ માટે આગળના રાઉન્ડમાં જવાનો રસ્તો સરળ બની ગયો છે.

આ મેચમાં જેમિમા રોડ્રિગ્ઝે 38 બોલમાં અણનમ 53 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં આઠ ચોગ્ગા સામેલ હતા. ચોગ્ગાની સાથે તેણે છ બોલ બાકી રાખીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. જેમિમાની આ ઇનિંગે ફેન્સને વિરાટ કોહલીની અણનમ 82 રનની ઇનિંગની યાદ અપાવી દીધી. વિરાટની આ ઇનિંગના કારણે ભારતે T20 વર્લ્ડ કપ 2022ની પ્રથમ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું.

વિરાટ કોહલી અને જેમિમા રોડ્રિગ્ઝની ઇનિંગ્સ કેટલી સમાન હતી તે બતાવવા માટે ICCએ બંને ખેલાડીઓનો વીડિયો પણ શેર કર્યો હતો.

મહિલા વર્લ્ડ કપની પ્રથમ મેચમાં જેમિમાએ વિરાટ કોહલીની સ્ટાઈલમાં બેટિંગ કરી હતી. કોહલીની જેમ તે ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવી હતી અને મેચ જીતીને પરત ફરી હતી. જેમિમા જ્યારે બેટિંગ કરવા આવી ત્યારે ભારતનો સ્કોર એક વિકેટે 38 રન હતો. ત્યારબાદ તેણે એક છેડો સંભાળી લીધો અને કોહલીની જેમ જ ભારતીય દાવને આગળ વધાર્યો. આ દરમિયાન તેણે વિરાટની મેલબોર્ન ઇનિંગ્સના ઘણા શોટ્સ પણ કોપી કર્યા. અંતે તેને રિચા ઘોષનો સાથ મળ્યો, જેણે 20 બોલમાં 31 રન બનાવ્યા. આ સાથે જ કોહલીને હાર્દિકનું સમર્થન મળ્યું હતું. અંતે, ભારત માટે મેચ જીત્યા પછી, જેમિમાની ઉજવણીની શૈલી પણ કોહલી જેવી જ હતી.

#Connect Gujarat #BeyondJustNews #Team India #victory #Cricket Match #IND W vs PAK W #Womens World cup #Jemimah Rodrigues #Richa Ghosh
Here are a few more articles:
Read the Next Article