/connect-gujarat/media/post_banners/2916119e12ff8429ec19378187628ea092892d38bab703c919e0b81e82291cdc.webp)
T20 વર્લ્ડ કપમાં સુપર-12 રાઉન્ડની ગ્રુપ-2ની મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને પાંચ વિકેટે હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 133 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે 40 બોલમાં 68 રનની શાનદાર ઇનિંગ રમી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી લુંગી એનગિડીએ ચાર વિકેટ ઝડપી હતી. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 19.4 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.
મેચમાં ભારતીય ફિલ્ડરોએ નિરાશ કર્યા હતા. રોહિત શર્મા અને વિરાટ કોહલી બંનેએ ઘણી તક ગુમાવી હતી. માર્કરામને ઘણી જિંદગીઓ મળી. તેનો ફાયદો ઉઠાવતા તેણે 41 બોલમાં 52 રનની ઇનિંગ રમી હતી. ડેવિડ મિલરે 46 બોલમાં 59 રન બનાવ્યા અને અણનમ રહ્યો. માર્કરામે પોતાની ઇનિંગમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ મિલરે 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.