Connect Gujarat
સ્પોર્ટ્સ

IND VS SA : શું બીજી T20માં પણ વરસાદ વિલન બનશે? જાણો કેવું રહેશે ગકેબરહાનું હવામાન..!

ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામે 12 ડિસેમ્બરે ગકેબરહાના સેન્ટ જ્યોર્જ પાર્કમાં બીજી T20 મેચ રમવાની છે.

IND VS SA : શું બીજી T20માં પણ વરસાદ વિલન બનશે? જાણો કેવું રહેશે ગકેબરહાનું હવામાન..!
X

ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામે 12 ડિસેમ્બરે ગકેબરહાના સેન્ટ જ્યોર્જ પાર્કમાં બીજી T20 મેચ રમવાની છે. ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. પ્રથમ T20 મેચ માટે ટોસ પણ થઈ શક્યો ન હતો. આ પછી હવે ખેલાડીઓ અને ચાહકો બીજી ટી20 મેચની રાહ જોઈ રહ્યા છે, પરંતુ હાલમાં પોર્ટ એલિઝાબેથમાં વરસાદની મોસમ ચાલી રહી છે. અહીં આકાશમાં ઘેરા વાદળો છે. આવી સ્થિતિમાં મેચ સાંજે યોજાશે કે કેમ તે અંગે સસ્પેન્સ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે પોર્ટ એલિઝાબેથમાં વરસાદની 80 ટકા શક્યતા છે.

ભારત vs દક્ષિણ આફ્રિકાની બીજી T20 મેચ ગકેબરહાના સેન્ટ જ્યોર્જ પાર્કમાં રમાશે. આ મેચમાં પણ વરસાદનો ખતરો છે. મંગળવારે હવામાન સારું રહેશે નહીં. મેચના દિવસે વરસાદની સંભાવના છે. ચાહકો માટે આ સારા સમાચાર નથી. સવારથી હવામાન ચોખ્ખું થશે, પછી અચાનક વાદળછાયું થઈ જશે, ત્યારબાદ 1-2 કલાક સુધી સતત વરસાદ જોવા મળશે, પરંતુ મેચ સવારે 8:30 વાગ્યાથી શરૂ થશે, તેથી વરસાદનું જોખમ ઓછું હોવાનું કહેવાય છે.

Next Story