Connect Gujarat
સ્પોર્ટ્સ

IND vs SL : ભારતે શ્રીલંકા સામે 391 રનનો ટાર્ગેટ આપ્યો, કોહલીએ ફટકાર્યા 166 રન

ભારતે શ્રીલંકા સામે 391 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે શુભમન ગિલ અને વિરાટ કોહલીની સદીની મદદથી 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 390 રન બનાવ્યા હતા.

IND vs SL : ભારતે શ્રીલંકા સામે 391 રનનો ટાર્ગેટ આપ્યો, કોહલીએ ફટકાર્યા 166 રન
X

ભારતે શ્રીલંકા સામે 391 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે શુભમન ગિલ અને વિરાટ કોહલીની સદીની મદદથી 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 390 રન બનાવ્યા હતા. વનડેમાં આ ભારતનો સાતમો સર્વોચ્ચ સ્કોર છે. શુભમને 97 બોલમાં 116 રનની ઇનિંગ રમી હતી. ત્યારે વિરાટ કોહલી 110 બોલમાં 166 રન બનાવીને અણનમ રહ્યો હતો.

તો વિરાટ કોહલીની ઇનિંગની વાત કરીએ તો તેણે અણનમ 166 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ આ રન માત્ર 110 બોલમાં બનાવ્યો હતો, જે દરમિયાન તેણે 13 ફોર અને 8 સિક્સર ફટકારી હતી. વિરાટ કોહલીનો સ્ટ્રાઈક રેટ 150.91 હતો. વિરાટ કોહલીની આ સદીના કારણે ભારતે આ વનડેમાં શ્રીલંકાને 391 રનનો ટાર્ગેટ આપ્યો હતો. વિરાટ કોહલીનો આ ODI કારકિર્દીનો બીજો સર્વશ્રેષ્ઠ સ્કોર છે.

Next Story