IND W vs AUS W : ભારત સામે વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાનો પડકાર, જાણો સંભવિત પ્લેઈંગ-11..!

T20 વર્લ્ડ કપની છેલ્લી ફાઈનલ 2020માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. પરંતુ આ વખતે આ બંને ટીમો સેમિફાઈનલમાં ટકરાવાની છે.

New Update
IND W vs AUS W : ભારત સામે વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાનો પડકાર, જાણો સંભવિત પ્લેઈંગ-11..!

T20 વર્લ્ડ કપની છેલ્લી ફાઈનલ 2020માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. પરંતુ આ વખતે આ બંને ટીમો સેમિફાઈનલમાં ટકરાવાની છે. ભારતની દીકરીઓએ સતત બીજી વખત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવા માટે ગુરુવારે 22 મેચની અજેય ઓસ્ટ્રેલિયા સામે પ્રભાવશાળી પ્રદર્શન કરવું પડશે.

T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાના વર્ચસ્વનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આ ટીમ અત્યાર સુધી યોજાયેલા સાત T20 વર્લ્ડ કપમાંથી છમાં ફાઇનલમાં પ્રવેશી છે અને પાંચ વખત વિજયી બની છે. ભારતીય ટીમ સેમી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને 2020 T20 વર્લ્ડ કપની ફાઇનલમાં અને કોમનવેલ્થ ગેમ્સની ફાઇનલમાં મળેલી હારનો બદલો લેવાનું વિચારશે.

બંને ટીમોના સંભવિત પ્લેઇંગ-11

ભારત: શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, જેમિમા રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર (c), રિચા ઘોષ (wk), દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, શિખા પાંડે, રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, રેણુકા સિંહ.

ઑસ્ટ્રેલિયા: એલિસા હીલી (wk), બેથ મૂની, મેગ લેનિંગ (c), એલિસે પેરી, એશ્લે ગાર્ડનર, તાહલિયા મેકગ્રા, ગ્રેસ હેરિસ, જ્યોર્જિયા વેરહેમ, અલાના કિંગ, મેગન શુટ, ડી'આર્સી બ્રાઉન.

Latest Stories