IND W vs PAK W: ભારતે પાકિસ્તાનને એકતરફી મેચમાં હરાવ્યું..

મહિલા એશિયા કપ 2024માં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે જીત સાથે શરૂઆત કરી છે. પાકિસ્તાનને એકતરફી મેચમાં 7 વિકેટે હરાવ્યું.

crck
New Update

મહિલા એશિયા કપ 2024માં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે જીત સાથે શરૂઆત કરી છે. પાકિસ્તાનને એકતરફી મેચમાં 7 વિકેટે હરાવ્યું. દાંબુલાના ક્રિકેટ સ્ટેડિયમમાં બંને વચ્ચે મેચ રમાઈ હતી.

પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 19.2 ઓવરમાં માત્ર 108 રન બનાવ્યા હતા. ભારતીય બોલિંગ સામે પાકિસ્તાન સંપૂર્ણપણે વિખેરાઈ ગયું. પૂજા વસ્ત્રાકરે બે ઓવરમાં બે વિકેટ લઈને પાકિસ્તાનને પ્રારંભિક આંચકો આપ્યો હતો. આ પછી સ્પિનરો દીપ્તિ શર્મા અને શ્રેયંકા પાટીલે મિડલ ઓર્ડરને હચમચાવી નાખ્યો હતો.

પાકિસ્તાન તરફથી સિદ્રા અમીને સૌથી વધુ 25 રનની ઇનિંગ રમી હતી. તુબા અને ફાતિમાએ 22-22 રનનું યોગદાન આપ્યું હતું. દીપ્તિ શર્માએ ત્રણ વિકેટ ઝડપી હતી. પૂજા, રેણુકા અને શ્રેયંકા પાટિલને બે-બે વિકેટ મળી હતી.

શેફાલી અને મંધાનાની તોફાની ઇનિંગ્સ

લક્ષ્યનો પીછો કરતા ભારતે ઝડપી શરૂઆત કરી હતી. મંધાના અને શેફાલી વચ્ચે પ્રથમ વિકેટ માટે 85 રનની ભાગીદારી નોંધાઈ હતી. મંધાનાએ 45 રનની ઇનિંગ રમી હતી જ્યારે શેફાનીએ 40 રનનું યોગદાન આપ્યું હતું. દયાલન હેમલતાએ 14 રનની ઝડપી ઇનિંગ રમી હતી. ભારતે 14.1 ઓવરમાં 109 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

#CGNews #Pakistan #won #Team India #India beat Pakistan #Indian Women Cricket Team
Here are a few more articles:
Read the Next Article