New Update
ભારતે એશિયા કપમાં જીત નોંધાવી
પાકિસ્તાન સામે મેળવી ભવ્ય જીત
સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ
ભરૂચમાં પાંચબત્તી ખાતે લોકોએ કરી ઉજવણી
ફટાકડા અને ઢોલ નગારા સાથે ઉજવણી કરાય
ભારતે એશિયા કપના સુપર 4માં કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવતા સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે ભરૂચના આઇકોનીક પાંચબત્તી ખાતે લોકોએ જીતનું જશ્ન મનાવ્યું હતું.
ભારતે પાકિસ્તાન સામે એશિયા કપમાં બીજી ભવ્ય જીત નોંધાવી હતી.સુપર 4માં પણ ભારતે પાકિસ્તાનને પછડાટ આપી ધૂળ ચાટતું કરી દીધું છે.
ભારતે ભવ્ય જીત નોંધાવતા સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે ભારતે મેચ જીતતાની સાથે જ ભરૂચના આઇકોનીક પાંચબત્તી વિસ્તારમાં લોકો ભેગા થયા હતા અને ઢોલ નગારા તેમજ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.કોઈ અનિરછનિય બનાવ ન બને એ માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
Latest Stories