ભારત vs બાંગ્લાદેશ: બીજા દિવસની રમત વરસાદમાં ધોવાઈ

આ દિવસોમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટનો આજે બીજો દિવસ હતો.

New Update
a

આ દિવસોમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટનો આજે બીજો દિવસ હતો.

પ્રથમ દિવસે વરસાદના કારણે માત્ર 35 ઓવરની જ મેચ થઈ શકી હતી. બીજા દિવસની શરૂઆતમાં જ વરસાદ શરૂ થયો હતો. આવી સ્થિતિમાં એક બોલ પણ ફેંકી શકાયો ન હતો. બંને ટીમો હોટેલ પરત ફરી હતી. અંતે અમ્પાયરોએ બીજા દિવસની રમત સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો.

પ્રથમ દિવસે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી બાંગ્લાદેશે દિવસની રમત પૂરી થવા સુધીમાં 35 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 107 રન બનાવ્યા હતા. ઓપનિંગ બેટ્સમેન ઝાકિર હસનનું ખાતું પણ ખૂલ્યું ન હતું. તેણે 24 બોલનો સામનો કર્યો. આકાશ દીપે તેને પોતાનો શિકાર બનાવ્યો હતો.

શાદમાન ઇસ્લામે 36 બોલમાં 24 રનની ઇનિંગ રમી હતી. આકાશ દીપે જ શાદમાન ઈસ્લામને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ 57 બોલમાં 31 રન બનાવ્યા હતા. લંચ બાદ રવિચંદ્રન અશ્વિને શાંતોને LBW આઉટ કર્યો હતો. મોમિનુલ હક 81 બોલમાં 40 રન અને મુશફિકુર રહીમ 13 બોલમાં 6 રન બનાવીને અણનમ છે. કાનપુરમાં ત્રીજા દિવસે પણ વરસાદની સંભાવના છે.

Latest Stories