ICC પણ BCCI સમક્ષ ઝૂકી, ભારત ચેમ્પિયન્સ ટ્રોફી રમવા પાકિસ્તાન નહીં જાય

ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પાકિસ્તાન નહીં જાય. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે ટીમ ઈન્ડિયા પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે.

New Update
a
Advertisment

ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પાકિસ્તાન નહીં જાય. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે ટીમ ઈન્ડિયા પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે.
ભારત સરકાર ટીમને પાકિસ્તાન મોકલવાના પક્ષમાં નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ પણ રવિવારે પુષ્ટિ કરી હતી કે ભારતે આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન પ્રવાસ કરવાની તેની અનિચ્છા અંગે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ને જાણ કરી છે.

Advertisment

ICC તરફથી ઈમેલ મળ્યો

પીસીબીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પીસીબીને આઈસીસી તરફથી એક ઈમેલ મળ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે બીસીસીઆઈએ તેમને જાણ કરી છે કે તેમની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. પીસીબીએ તે મેઈલ પાકિસ્તાન સરકારને સલાહ અને માર્ગદર્શન માટે મોકલ્યો છે.

હાઈબ્રિડ મોડલ પાકિસ્તાનને સ્વીકાર્ય નથી

બીસીસીઆઈએ પહેલાથી જ આઈસીસીને પાડોશી દેશમાં પ્રવાસ કરવાની ભારતની અસમર્થતા વિશે જાણ કરી દીધી હતી, જેના કારણે પીસીબી પાસે ચેમ્પિયન્સ ટ્રોફીને 'હાઈબ્રિડ મોડલ'માં યોજવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. નકવીએ કહ્યું હતું કે 'હાઈબ્રિડ મોડલ' પાકિસ્તાનને સ્વીકાર્ય નથી.

2008થી પાકિસ્તાન ગયા નથી

ગત વર્ષે એશિયા કપ હાઇબ્રિડ મોડલમાં યોજવો પડ્યો હતો.
ત્યારે પણ ભારતે પાકિસ્તાનનો પ્રવાસ કરવાની ના પાડી દીધી હતી.
ભારતે 2008થી પોતાની ક્રિકેટ ટીમ પાકિસ્તાન મોકલી નથી.
2012-13 થી બંને દેશો વચ્ચે કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી.

Advertisment

બીસીસીઆઈએ આઈસીસીને માહિતી આપી

પીટીઆઈના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે બીસીસીઆઈએ આઈસીસીને જાણ કરી છે કે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન નહીં જાય. રિપોર્ટ અનુસાર, BCCIએ એક ઈવેન્ટ દરમિયાન ICCને કહ્યું હતું કે ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય. હવે તે ICC પર નિર્ભર કરે છે કે તે યજમાન દેશને આ વિશે જાણ કરે અને પછી ટૂર્નામેન્ટનું શેડ્યૂલ નક્કી કરે." આખરે ICCએ પાકિસ્તાનને આ વિશે જાણ કરી છે.

 

Latest Stories