Connect Gujarat
સ્પોર્ટ્સ

એશિયન ગેમ્સ માટે ભારતીય મહિલા ફૂટબોલ ટીમની જાહેરાત, પૂર્વ કેપ્ટન બાલા દેવીની વાપસી

પૂર્વ કેપ્ટન અને સ્ટાર સ્ટ્રાઈકર બાલા દેવીએ એશિયન ગેમ્સ માટે ભારતીય મહિલા ફૂટબોલ ટીમમાં વાપસી કરી છે.

એશિયન ગેમ્સ માટે ભારતીય મહિલા ફૂટબોલ ટીમની જાહેરાત, પૂર્વ કેપ્ટન બાલા દેવીની વાપસી
X

પૂર્વ કેપ્ટન અને સ્ટાર સ્ટ્રાઈકર બાલા દેવીએ એશિયન ગેમ્સ માટે ભારતીય મહિલા ફૂટબોલ ટીમમાં વાપસી કરી છે. શુક્રવારે 22 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી હતી. બાલાએ ચાર વર્ષના ગાળા બાદ પુનરાગમન કર્યું છે. દેવી 2019માં દક્ષિણ એશિયન ગેમ્સમાં રમી હતી. તેણે દેશ માટે 46 મેચમાં 36 ગોલ કર્યા છે.

આગામી એશિયન ગેમ્સમાં રેકોર્ડ 634 ભારતીય ખેલાડીઓ ભાગ લેશે. કેન્દ્રીય રમત મંત્રાલયે શુક્રવારે 634 ખેલાડીઓને રમવાની મંજૂરી આપી હતી. એશિયન ગેમ્સ 23 સપ્ટેમ્બરથી ચીનના હાંગઝોઉમાં શરૂ થશે. 2018ની જકાર્તા એશિયન ગેમ્સમાં 572 ભારતીય ખેલાડીઓ રમવા ગયા હતા. ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) એ 850 એથ્લેટ્સની ભાગીદારીની ભલામણ કરી હતી.

ટીમ :

બાલા દેવી, અસ્તમ ઓરાઓન, જ્યોતિ, મનીષા, રેણુ, રિતુ રાની, સંજુ, સંગીતા બાસફોર, ઈલાંગબમ ચાનુ, ડાલિમા છિબ્બર, ગ્રેસ ડાંગમેઈ, સૌમ્યા ગુગુલોથ, શ્રેયા હુડ્ડા, ઈન્દુમતી કથીરેસન, આશાલતા દેવી, પ્રિયંગકા દેવી, દેવી, સ્વેય, એન. આર સંધ્યા, રંજના ચાનુ, અંજુ તમંગ

Next Story