/connect-gujarat/media/media_files/2024/12/04/3H99e32O1uE14B5iqbIN.jpg)
ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ લગ્ન કરવા જઈ રહી છે. તે હૈદરાબાદમાં રહેતા વેંકટ દત્તા સાઈ સાથે 22 ડિસેમ્બરે ઉદયપુરમાં લગ્ન કરશે. વેંકટ પોસાઇડેક્સ ટેક્નોલોજીસમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે.
સિંધુના પિતા પીવી રમણે સોમવારે રાત્રે લખનઉમાં કહ્યું- 'બંને પરિવાર એકબીજાને ઓળખતા હતા પરંતુ એક મહિના પહેલા જ બધું નક્કી થઈ ગયું હતું. આ એકમાત્ર સંભવિત સમય હતો કારણ કે તેનું (સિંધુનું) શેડ્યૂલ જાન્યુઆરીથી ખૂબ જ વ્યસ્ત રહેવાનું છે.સિંધુના પિતાએ કહ્યું, 'એટલે જ બંને પરિવારોએ 22 ડિસેમ્બરે લગ્ન સમારોહ યોજવાનું નક્કી કર્યું. રિસેપ્શન 24 ડિસેમ્બરે હૈદરાબાદમાં યોજાશે. તે જલ્દી જ તેની ટ્રેનિંગ શરૂ કરશે, કારણ કે આગામી સિઝન ખૂબ જ મહત્વપૂર્ણ બનવાની છે. 20 ડિસેમ્બરથી લગ્ન સંબંધિત કાર્યક્રમો શરૂ થશે.'