IPL 2022 : રિટાયર્ડ આઉટ થયા બાદ રિટાયર્ડ હર્ટ, બેટ્સમેન ગુજરાત ટાઇટન્સ સામે આઉટ થયા વિના પરત ફર્યો

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 ની 21મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે થઈ હતી.

New Update

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 ની 21મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે થઈ હતી. નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને હતી. આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે આઠ વિકેટે જીત મેળવી હતી. જીત છતાં આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મેચ દરમિયાન રાહુલ ત્રિપાઠીને પગના ભાગના સ્નાયુ ખેચાય ગયા હતા. જેના કારણે તે પોતાની ઈનિંગ્સને આગળ વધારી શક્યો નહોતો. આ ઘટના તેની સાથે 14મી ઓવરમાં રાહુલ ટેવતીયાના પહેલા બોલ પર સિક્સર ફટકાર્યા બાદ બની હતી.

રાહુલ ત્રિપાઠીની સારવાર માટે ફિઝિયો મેદાનમાં આવ્યો હતો. પરંતુ તે બેટિંગ કરવાની સ્થિતિમાં ન હતો અને તેને મેદાન છોડવું પડ્યું હતું. રિટાયર્ડ હર્ટ થયો ત્યાં સુધીમાં રાહુલે 11 બોલમાં એક ચોગ્ગા અને છગ્ગાની મદદથી 17 રન બનાવ્યા હતા.

Latest Stories