Connect Gujarat
સ્પોર્ટ્સ

IPL ઓક્શનઃ IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો સેમ કરન, જૂની ટીમ પંજાબ કિંગ્સે કર્યો પૈસાનો વરસાદ

ઈંગ્લેન્ડના સેમ કરને શુક્રવારે આઈપીએલની હરાજીમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા. તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે.

IPL ઓક્શનઃ IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો સેમ કરન, જૂની ટીમ પંજાબ કિંગ્સે કર્યો પૈસાનો વરસાદ
X

ઈંગ્લેન્ડના સેમ કરને શુક્રવારે આઈપીએલની હરાજીમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા. તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. 2 કરોડની બેઝ પ્રાઈઝ ધરાવતા સેમ કરનને પંજાબ કિંગ્સે 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પંજાબ કિંગ્સ તરફથી IPLમાં ડેબ્યૂ કરનાર કરન ફરી એકવાર પોતાની જૂની ટીમ સાથે જોડાયો છે. કરણ 2020 અને 2021માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે પણ રમ્યો હતો.

કરન પહેલા કેએલ રાહુલ (રૂ. 17 કરોડ) IPLનો સૌથી મોંઘો ખેલાડી હતો. ગયા વર્ષે ડ્રાફ્ટ દ્વારા તેને લખનૌ સુપરજાયન્ટ્સ દ્વારા તેમની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. બીજી તરફ હરાજીની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકાના ક્રિસ મોરિસ (16.25 કરોડ રૂપિયા) સૌથી મોંઘા ખેલાડી હતો. સેમ કરન આ પહેલા પંજાબ કિંગ્સ તરફથી રમી ચૂક્યો છે. તે ચેન્નાઈ સુપર કિંગ્સનો સભ્ય પણ રહી ચૂક્યો છે.

Next Story