Connect Gujarat
સ્પોર્ટ્સ

શું વિરાટ કોહલી છે ટેસ્ટનો અત્યાર સુધીનો સૌથી સફળ કેપ્ટન,વાંચો કોણે કર્યો દાવો

વિરાટ કોહલીની કપ્તાની હેઠળ, ભારતે મુંબઈ ટેસ્ટ 372 રને જીતી હતી, જે રનની દ્રષ્ટિએ તેમની સૌથી મોટી જીત હતી

શું વિરાટ કોહલી છે ટેસ્ટનો અત્યાર સુધીનો સૌથી સફળ કેપ્ટન,વાંચો કોણે કર્યો દાવો
X

વિરાટ કોહલીની કપ્તાની હેઠળ, ભારતે મુંબઈ ટેસ્ટ 372 રને જીતી હતી, જે રનની દ્રષ્ટિએ તેમની સૌથી મોટી જીત હતી. આ શાનદાર જીત સાથે ભારતે ન્યૂઝીલેન્ડ સામેની 2 ટેસ્ટ મેચની શ્રેણી પણ કબજે કરી લીધી છે. દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી કોઈપણ સમયે થઈ શકે છે. પરંતુ, તે પહેલા વિરાટ કોહલીની કેપ્ટનશિપને લઈને એક મોટું નિવેદન સામે આવ્યું છે. આ નિવેદન ભારતના પૂર્વ ફાસ્ટ બોલર ઈરફાન પઠાણનું આવ્યું છે, જેમણે વિરાટ કોહલીને ટેસ્ટનો સર્વશ્રેષ્ઠ કેપ્ટન ગણાવ્યો છે.



ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં જીત બાદ ઈરફાન પઠાણે કહ્યું કે, ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલી ભારતીય ક્રિકેટમાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ કેપ્ટન છે.વિરાટ કોહલીની કપ્તાની હેઠળ, ભારતે મુંબઈ ટેસ્ટ 372 રને જીતી હતી, જે રનની દ્રષ્ટિએ તેમની સૌથી મોટી જીત હતી. આ શાનદાર જીત સાથે ભારતે ન્યૂઝીલેન્ડ સામેની 2 ટેસ્ટ મેચની શ્રેણી પણ કબજે કરી લીધી છે. ઈરફાન પઠાણે ભારતની શ્રેણી જીત્યા બાદ ટ્વિટર દ્વારા પોતાના મનની વાત કરી અને તેને ટેસ્ટમાં ભારતનો સર્વશ્રેષ્ઠ કેપ્ટન ગણાવ્યો. ઈરફાન પઠાણે પોતાના ટ્વીટમાં ભારતના બે સફળ ટેસ્ટ કેપ્ટનો વચ્ચે જીતની ટકાવારીના તફાવતને પણ જણાવ્યું છે. તેણે લખ્યું કે ટેસ્ટમાં વિરાટ કોહલીની જીતની ટકાવારી 59.09 છે. જ્યારે 45 ટકા ભારતીય કેપ્ટન બીજા નંબર પર છે. વિરાટ વર્તમાન ટેસ્ટ કેપ્ટનોમાં જીતના મામલે પણ પ્રથમ છે, જેણે ઓછામાં ઓછી 10 ટેસ્ટમાં કેપ્ટનશિપ કરી છે.

Next Story