/connect-gujarat/media/media_files/2025/07/10/1-1-2025-07-10-18-05-50.jpg)
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ હનુમાન મંદિર ખાતે અગ્રણીઓ અને સંત મનમોહનદાસની ઉપસ્થિતિમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આજરોજ ગુરુપૂર્ણિમાનું પર્વ સમગ્ર ભરૂચ જિલ્લામાં પરંપરાગત ઉત્સાહ અને ભક્તિભાવથી મનાવાયું હતું. ગુરુપૂર્ણિમા એટલે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ કરવાનું પર્વ. આ ઉત્સવ અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે. મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુપૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે, ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં પણ ઠેરઠેર ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ઝઘડિયા તાલુકાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ હનુમાન મંદિરે મંદિરના સંત મનમોહનદાસના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય શાસ્ત્રોમાં ગુરૂપૂર્ણિમાનું મોટું મહત્વ છે. ગુરૂપૂર્ણિમા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો ખૂબ મહત્વનો તહેવાર છે, ત્યારે ઝઘડિયા તાલુકાના વિવિધ ગામોમાં ગુરુપૂર્ણિમાની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.