ભવનાથમાં ગુરૂપૂર્ણિમાની કરાઈ ભવ્ય ઉજવણી
ગુરુને પામવાનો દિવસ એટલે ગુરૂપૂર્ણિમા
પુનિત આશ્રમમાં ભાવિકોએ કર્યું ગુરુ પૂજન
પુનિત આશ્રમમાં મોટી સંખ્યામાં ભાવિકો રહ્યા ઉપસ્થિત
ભજન કિર્તન સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા
જૂનાગઢમાં ભવનાથમાં અષાઢ સુદ પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમા પર્વને લઈને ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી હતી.વિવિધ આશ્રમમાં ખાસ મંત્રોચ્ચાર, હવન, પૂજન, ગુરુવારણ, ગુરુચરણ સ્પર્શ, દક્ષિણા અર્પણ અને પ્રસાદ વિતરણની ધાર્મિકવિધિઓ યોજાઈ હતી.
જૂનાગઢના ગિરનાર પર્વતના પાયે આવેલ ભવનાથમાં ગુરુપૂર્ણિમાના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ગૌરક્ષ નાથ આશ્રમ, ભારતી આશ્રમ, પુનિત આશ્રમ,રૂદ્રેશ્વર જાગીર, મહાદેવપથ આશ્રમ સહિત વિવિધ આશ્રમોમાં આસ્થા વિશ્વાસ સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.શિષ્યોએ ગુરુના ચરણોમાં ફૂલ, નાળિયેર, ફળ અને દક્ષિણા અર્પણ કરી ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ગુરુઓએ શિષ્યોને જીવનના સાચા માર્ગનો ઉપદેશ આપ્યો હતો.આ પ્રસંગે રુદ્રાભિષેક,ગુરુવારણ, યજ્ઞ, ભજન, સત્સંગ, પ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.